Water Pollution :જળવાયુ પરિવર્તનને કારણે સમુદ્રમાં ઓક્સિજનની અછત છે. તેનું પાણી સતત એસિડિક બની રહ્યું છે, જેના કારણે દરિયાની સપાટી પરનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે. દરિયામાં ઓક્સિજનનો અભાવ સમુદ્રી જીવો, માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે મોટો ખતરો છે. કહેવામાં આવી રહ્યું છે કે આના કારણે મત્સ્ય ઉત્પાદનના કેન્દ્રો પણ બદલાશે.
જાપાન અને ચીનમાં ખતરો વધી રહ્યો છે
આ બધું જોઈને સ્વિટ્ઝર્લેન્ડની ઝ્યુરિચ યુનિવર્સિટીના સંશોધક જોએલ વાંગે જાપાન અને ચીન વિશે ડર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, જાપાન અને ચીન જેવા ઘણા દેશોના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછલીની અછત રહેશે. વધતા તાપમાનને કારણે માછલીઓ દરિયામાં કાયમી ધોરણે સ્થળાંતર કરશે. તેનું એક કારણ માનવીય ગતિવિધિઓ છે, ઘણી જગ્યાએ જંગલો સળગવાથી અને કચરાના ઢગલાઓએ ગરમીમાં વધારો કર્યો છે. સંશોધક ઝોલ વાંગ આગળ કહે છે કે, જો આમ જ ચાલુ રહેશે તો આવનારી પરિસ્થિતિને સંભાળવી મુશ્કેલ બની જશે. પૃથ્વીની સપાટીના 20 ટકા ભાગમાં મહાસાગરોની હાલત અત્યંત ખરાબ થઈ રહી છે.
IUCN એ પણ ચેતવણી આપી હતી
આ પહેલા ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN)એ પણ ઓક્સિજનની અછત અંગે ચેતવણી જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે દુનિયાભરમાં 700 એવા સ્થળોની ઓળખ કરવામાં આવી છે જ્યાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે. જ્યારે તે પહેલા 1960માં માત્ર 45 જગ્યાઓ એવી હતી જ્યાં ઓક્સિજનની અછત હતી. પછી ધીરે ધીરે આવી જગ્યાઓની સંખ્યા વધીને ચાર ગણી થઈ ગઈ. સંશોધન મુજબ, હવે તે 1960 ની તુલનામાં 6 ગણું વધુ થઈ ગયું છે. જ્યાં ઓક્સિજન બિલકુલ નથી. દરિયાઈ જીવો ગરમ તાપમાન, વધુ પડતી માછીમારી અને પ્લાસ્ટિક પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે.