હાલની સ્થિતિએ દેશમાં તહેવારોની ધોમ સિઝન ચાલી રહી છે અને ધનતેરસ દિવાળીના તહેવારો નજીક છે. આ તહેવારોમાં સૌથી વધુ ખરીદી કરવામાં આવતી હોય છે અને તેમાં પણ ધનતેરસના દિવસે દેશભરમાં ખાસ સોનાની વધુ ખરીદી થતી હોય છે. લોકો પણ રૂપિયાના રોકાણ માટે ફિઝિકલ સોનાની ખરીદીને પહેલી પસંદગી કરતા હોય છે. હાલની સ્થિતિએ ફિઝિકલ સોનામાં શુદ્ધતા અને ચોરીનું દૂષણ જોવા મળતું હોય છે. આથી સોનામાં રોકાણ કરતા લોકો અલગ ઓપ્શન માટે વિચારતા હોય છે.
ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ થકી સોનામાં રોકાણ
ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા સમયાંતરે સોવરીન ગોલ્ડ બોન્ડ એટલે કે એસજીબી સ્કીમ લોન્ચ કરવામાં આવતી હોય છે. આ સ્કીમમાં રોકાણ કરીને તમે રોકાણ કરેલી રકમ પર વ્યાજનો લાભ મેળવી શકો છો. મહત્વનું છે કે આરબીઆઈ દર બેથી ત્રણ મહિને આ સ્કીમ લોન્ચ કરતી હોય છે. વધુમાં એવા શેરો જેની કિંમત સોના પર નિર્ધારિત હોય છે તેમાં પણ તમે રોકાણ કરી શકો છો. જેમાં ગોલ્ડ ઇટીએફ એટલે કે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ થકી સોનામાં રોકાણ કરી શકો છો. તે જ રીતે
UPI એપ્સ દ્વારા ડિજિટલ સોનામાં રોકાણ
એક પ્રકારનું મ્યુચ્યુઅલ ફંડ ગણાતું ગોલ્ડ ફંડ પણ રોકાણનો વિકલ્પ છે. જેમાં તમે રોકાણ કરીને કમાણી કરી શકો છો. ગોલ્ડ ફંડ્સ દ્વારા, તમે તે કંપનીઓમાં નાણાંનું રોકાણ કરી શકો છો જે સોનાના ભંડારમાં રોકાણ કરે છે. જેને પરિણામે સોનાની કિંમત સાથે તમે વળતર મેળવી શકો છો. આ ઉપરાંત 24 કેરેટ સોનામાં રોકાણ કરવા ઇચ્છુક લોકો ડિજિટલ સોનાનો વિકલ્પ અપનાવી શકે છે. તેના થકી Paytm, PhonePe વગેરે જેવી ઘણી UPI એપ્સ દ્વારા ડિજિટલ સોનામાં રોકાણ કરાઈ છે.
તથા અમુક મોટા ગજાની જ્વેલરી કંપનીઓ તેમના ગ્રાહકો માટે ગોલ્ડ સેવિંગ સ્કીમ રજૂ કરતી હોય છે. આ સ્કીમ હેઠળ તમે દર મહિને થોડી રકમનું રોકાણ કરીને સસ્તા ભાવે સોનું ખરીદી શકો છો.