
તેલંગાણાના હૈદરાબાદથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં 57 વર્ષીય એક પુરુષની તેની ત્રીજી પત્નીએ તેના સાવકા પુત્ર અને અન્ય એક વ્યક્તિની મદદથી હાથ-પગ બાંધીને અને ગળું કાપીને હત્યા કરી હતી. એક પોલીસ અધિકારીએ એક સમાચાર એજન્સીને આ માહિતી આપી.
પોલીસે જણાવ્યું હતું કે મૃતક રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને મંગળવારે તેની ત્રીજી પત્ની, સાવકા દીકરા અને અન્ય એક વ્યક્તિ દ્વારા તેની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. મંગળવારે આ પુરુષનો મૃતદેહ એ જ ફ્લેટમાંથી મળી આવ્યો હતો જ્યાં તેની ત્રીજી પત્ની રહેતી હતી.
તેના હાથ-પગ બાંધેલા હતા અને તેનું મોં કપડાથી ભરેલું હતું.
પોલીસે જણાવ્યું કે ત્રીજી પત્નીએ તેના હાથ-પગ બાંધી દીધા હતા જ્યારે તે સૂતો હતો. આ પછી તેણે તેના પુત્ર અને અન્ય એક વ્યક્તિને ફોન કર્યો. જે બાદ ત્રણેયે મળીને પહેલા તેને માર માર્યો, પછી તેના મોંમાં કપડું ભરાવ્યું અને પછી તેનું ગળું કાપીને તેની હત્યા કરી દીધી.
જોકે, તે વ્યક્તિની હત્યા કેમ કરવામાં આવી? આ અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. હત્યા પાછળના વાસ્તવિક હેતુની તપાસ કરવામાં આવી રહી છે. હત્યા બાદથી ત્રણેય ફરાર છે. તેમની ધરપકડ માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
