પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીના પરિણામો હજુ આવ્યા નથી. અત્યાર સુધીના પરિણામોમાં ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ દ્વારા સમર્થિત ઉમેદવારોએ સૌથી વધુ બેઠકો જીતી છે. આ સાથે બે તૃતિયાંશ બહુમતીનો દાવો કરતા પીટીઆઈના સંસ્થાપક ઈમરાન ખાને જેલમાંથી દેશની જનતાને સંદેશ આપ્યો છે.
AI એ ‘વિજેતા’ ભાષણ બનાવ્યું
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન હાલ અદિયાલા જેલમાં બંધ છે. ઈમરાને જેલમાંથી જ AI જનરેટેડ ‘વિજય’ સ્પીચ આપી હતી. એક્સ પર, ભૂતપૂર્વ વડા પ્રધાને કહ્યું,
પ્રિય પાકિસ્તાનીઓ, તમે મતદાન કરીને આઝાદીનો પાયો નાખ્યો છે. હું તમને બધાને 2024ની ચૂંટણી જીતવા બદલ અભિનંદન આપું છું. તમે લંડનની યોજનાને નિષ્ફળ બનાવી છે. હેરાફેરી પહેલા અમે 150 થી વધુ નેશનલ એસેમ્બલી સીટો જીતી રહ્યા હતા. હવે, ફોર્મ 45 મુજબ, અમે 170 થી વધુ બેઠકો જીતી રહ્યા છીએ. નવાઝ શરીફ જે 30 સીટો પર પાછળ હોવા છતાં વિજેતા ભાષણ આપે છે તેના પર કોઈ વિશ્વાસ નહીં કરે. આંતરરાષ્ટ્રીય મીડિયા પણ આ મુદ્દે લખી રહ્યું છે.
ચૂંટણીના અંતિમ પરિણામો હજુ જાહેર થયા નથી
તમને જણાવી દઈએ કે પાકિસ્તાન ચૂંટણી પંચે હજુ ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર કર્યા નથી. જોકે, પીટીઆઈ અને પીએમએલ-એનએ સામાન્ય ચૂંટણીમાં પોતપોતાની જીતનો દાવો કર્યો છે.
સ્થાનિક મીડિયાનું કહેવું છે કે 266માંથી 250 સીટો માટે પરિણામ આવી ગયા છે. આ પરિણામો અનુસાર, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) સમર્થિત અપક્ષ ઉમેદવારો 97 બેઠકો સાથે આગળ છે.