સરસવના તેલનો ઉપયોગ સામાન્ય રીતે ઘરોમાં રસોઈ બનાવવા માટે થાય છે. વૃદ્ધલોકો વાળ, હાથ-પગમાં દુખાવો કે ખંજવાળ વગેરે માટે આમ કરતા હતા. બદલાતા સમય સાથે, માત્ર થોડા લોકોજ તેનો ઉપયોગ રસોઈ માટે કરી રહ્યા છે કારણકે બજારમાં તમામ પ્રકારના રસોઈ તેલનો ઉપયોગ થાય છે. પરંતુ શુંતમે જાણો છો કે સરસવનું તેલ સ્વાસ્થ્ય અને વાળ માટે ખૂબજ ફાયદાકારક છે.
આને લગાવવાથી ઘણી બીમારીઓ અને દર્દ જડમૂળ થી દૂર થઈ જાય છે. તેમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. જો કેટલીક વસ્તુઓને સરસવના તેલમાં ભેળવીને લગાવવામાં આવે તો શરીરના ઘણા ભાગોમાં થતા દુખાવા અને સમસ્યાઓ થી રાહત મળે છે. જો કપૂર ને સરસવના તેલમાં ભેળવીને લગાવવામાં આવે તો શરદી અને ઉધરસમાં રાહત મળે છે. સરસવના તેલમાં કપૂર ભેળવીને છાતી અને પીઠ પર લગાવવાથી આરામ મળે છે.
સરસવના તેલમાં એલોવેરા જેલ મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળમાં ચમક આવે છે અને વાળજાડા, કાળા અને લાંબા બને છે. વધુ ફાયદાઃ તમે તેને અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો. તમે સરસવના તેલમાં દહીં મિક્સ કરીને પણ લગાવી શકો છો. તમે ડેન્ડ્રફથી છુટકારો મેળવી શકો છો.
ફ્લેકી સ્કૅલ્પની સમસ્યાને દૂર કરવામાં તે ખૂબજ ફાયદાકારક છે. તમે આમળાને સરસવના તેલમાં મિક્સ કરીને પણ લગાવી શકો છો. તેને વાળમાં લગાવવાથી વાળ ખરતા ઘણા હદ સુધી ઓછા થાય છે અને તે વાળ માટે પણ ખૂબ ફાયદા કારક છે. સરસવ ના તેલમાં ફટકડી ભેળવીને લગાવવાથી ત્વચાની તમામ સમસ્યાઓથી રાહત મળે છે. જેમકે તે માથાની ચામડીની ખંજવાળ, એલર્જી વગેરેમાં પણ ફાયદા કારકછે.