સૂર્યમુખીના બીજ
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તમે સૂર્યમુખીના બીજનું સેવન કરી શકો છો. સૂર્યમુખીના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને ઝિંક હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે.
અળસીના બીજ
અળસીના બીજનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર પણ નિયંત્રણમાં રહે છે. તે સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદરૂપ છે.
મેથીના દાણા
મેથીના દાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે શરીરમાં વધતા ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
ચિયા બીજ
હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે ડાયટમાં ચિયાના બીજનો સમાવેશ કરી શકો છો.
કોળાં ના બીજ
કોળાના બીજમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. આ સ્થિતિમાં, તેનું સેવન ચોક્કસ કરો.