Astrology News: આખો દિવસ કામ કરીને જ્યારે આપણે પથારીમાં જઈએ છીએ, ત્યારે શાંતિથી ઊંઘ આવે તેવો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ મોટાભાગના લોકો ગંદા પગ લઈને જ પથારીમાં જાય છે, જેના કારણે તેમને સારી ઊંઘ નથી આવતી અને સ્વાસ્થ્ય પણ સારું નથી રહેતું. હિન્દૂ ધર્મમાં શકુન શાસ્ત્રનું ખૂબ મહત્વ છે. શકુન શાસ્ત્રમાં દરેક ચીજ અને શુભ કે અશુભ સંકેતો વિશે જણાવાયું છે. શકુન શાસ્ત્રમાં રાત્રે સૂતાં પહેલાં પગ ધોવા જોઈએ કે નહીં, તે અંગે પણ જણાવાયું છે. ત્યારે આજે અમે તમને એ જ નિયમો અંગે જણાવીશું.
કેમ પગ ધોઈને સૂવું જોઈએ?
રાત્રે સૂતાં પહેલાં પગ સારી રીતે ધોવા જોઈએ. પગ ધોયા બાદ સૂતા પહેલાં તેને સ્વચ્છ કપડાથી ઢાંકી દો. માનવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિ ગંદા પગ લઈને પથારીમાં જાય, તો તેને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વ્યક્તિએ ગંદા અને ભીના પગ સાથે પથારીમાં ન જવું જોઈએ. કારણ કે આવું કરવાથી તમારે પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે.
કઈ દિશામાં પગ મૂકીને ન સૂવું જોઈએ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર, દક્ષિણ દિશા તરફ પગ રાખીને ન સૂવું જોઈએ. માનવામાં આવે છે કે જે લોકો દક્ષિણ તરફ પગ રાખીને સૂવે છે, તેમના શરીરમાંથી ઉર્જા બહાર નીકળી જાય છે. તેથી આ દિશાને અશુભ માનવામાં આવે છે. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે દક્ષિણ દિશામાં ભૂત અને અશુભ આત્માઓ વાસ કરે છે, તેથી આ દિશામાં પગ રાખીને સૂવું વ્યક્તિના સ્વાસ્થ્ય માટે પણ સારું નથી માનવામાં આવતું.
કઈ દિશામાં પગ મૂકીને સૂવું શુભ ગણાય છે?
વાસ્તુશાસ્ત્ર અનુસાર, પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાં પગ રાખીને સૂવું શુભ છે. ધાર્મિક માન્યતા અનુસાર, ચુંબકીય ઉર્જાનો પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ થાય છે. તેથી જે લોકો આ દિશામાં પગ રાખીને સૂવે છે, તેમના સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે. તેમજ તેમને સારી ઊંઘ પણ આવે છે.