આગામી પાંચ વર્ષમાં ખેત મજૂરો અને ડ્રાઇવરોની નોકરીઓમાં મહત્તમ વધારો થશે. કેશિયર અને ટિકિટ ક્લાર્કની નોકરીમાં સૌથી મોટો ઘટાડો જોવા મળશે. દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની વાર્ષિક બેઠક પહેલા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
રિપોર્ટ અનુસાર, ટેક્નોલોજીની દુનિયામાં થઈ રહેલા બદલાવ, વૈશ્વિક તણાવ અને આર્થિક દબાણની સ્થિતિને કારણે સમગ્ર વિશ્વમાં વ્યાવસાયિકો અને ઉદ્યોગોનું માળખું બદલાઈ રહ્યું છે. WEF એ એક હજાર કંપનીઓના ડેટાનું વિશ્લેષણ કર્યા બાદ આ દાવો કર્યો છે. રિપોર્ટ અનુસાર, નોકરીઓમાં જરૂરી 40 ટકા કૌશલ્યોમાં ફેરફાર થશે.
નવી નોકરીઓનું થશે સર્જન
WEFના ફ્યુચર ઑફ જોબ્સ રિપોર્ટ- 2025 મુજબ, વર્ષ 2030 સુધીમાં 17 કરોડ નોકરીઓનું સર્જન થશે. WEFના કાર્ય, વેતન અને રોજગાર સર્જન વિભાગના વડા, ટિલ લિયોપોલ્ડ કહે છે કે કૃષિ કામદારો, ડિલિવરી ડ્રાઇવરો અને બાંધકામ કામદારોની નોકરીમાં સૌથી વધુ વધારો થશે.
ટેકનોલોજીથી મળશે પૂરતી તકો
સાયબર સિક્યોરિટી ક્ષેત્રે નોકરીઓ ટેકનિકલ કૌશલ્યો, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ડેટા સેન્ટર્સથી ઝડપથી વધશે. ટેક્નોલોજી અને માણસોને જોડતી નોકરીઓમાં વધારો થશે. જાળવણી અને શિક્ષણ જેવા જટિલ ક્ષેત્રોમાં 2030 સુધીમાં નોકરીઓમાં સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળશે.
આ લોકો માટે રોજગાર ઝડપથી ઘટશે
બેંકોમાં કેશિયર અને ટિકિટ ક્લાર્ક, એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ્સ, કેરટેકર્સ, સ્ટોર કીપર ક્લાર્ક તેમજ પ્રિન્ટિંગ એરિયામાં રોજગારની તકો ઘટશે.
AI વધારશે તકો
જનરેટિવ એઆઈ અને ઈન્ડસ્ટ્રીઝમાં તેજીના કારણે લેબર માર્કેટમાં નોકરીઓ પણ વધશે. AIની વધતી અસરથી નવા પ્રકારની નોકરીઓનું સર્જન થશે, જેનો ફાયદો યુવા પેઢીને થશે.