Lok Sabha Election : આજે ગુજરાતની 25 બેઠકો પર મતદાન પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી શરુ થઇ ગઇ છે. જેમાં યુવાનોથી લઇને વયોવૃદ્ધ સુધીના તમામ મતદારો હોશે હોશે મતદાન કરી રહ્યા છે. ચાલો જાણીએ શું છે મતદાતાઓનો મિજાજ અને કેટલું થયું મતદાન. લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપિલ પણ કરવામાં આવી છે.
સવારે 7 વાગ્યાથી મતદારોએ લાઇનો તમામ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી. બનાસકાંઠામાં કુલ 19.61 લાખથી વધુ મતદારો કરશે મતદાન કરશે. આ બેઠક પર સાત વિધાનસભાનો સમાવેશ થાય છે. જેમાં પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, દિયોદર, વાવ અને દાંતા વિધાનસભાને સમાવેશ થાય છે. તમામ મતદારો આજે પોતાનો કિંમતી વોટ પોતાના નેતાને આપશે.
જિલ્લામાં ગામડાઓમાં ખેડૂતો પણ વહેલી સવારથી પોતાનું કામ મુકીને મતદાન કરવા માટે આવી રહ્યા છે. ચૂંટણીપંચ દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી મતદારોને મતદાન કરવામાં તકલીફ ન પડે.