Loksabha Election 2024: આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. મંગળવારની સાંજે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના 1300 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમમાં કેદ થઈ જશે. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ અમદાવાદના રાણીપની શાળામાં મતદાન કર્યું હતું. આ દરમિયાન તેમણે બાળકો અને સ્થાનિક લોકો સાથે વાત કરી હતી.
પીએમ મોદીનો સ્કેચ બનાવનાર એક બાળકીએ સાથે પ્રધાનમંત્રએ વાત કરી હતી, જેને લઈને બાળકીએ કહ્યું કે, “મેં આ જાતે બનાવ્યું છે. તેણે મારો સ્કેચ જોયો, પેન માંગી અને મને ઓટોગ્રાફ આપ્યો. હું બહું જ ખુશ છું.” આ ઉપરાંત, PM નરેન્દ્ર મોદી જ્યારે પોતાનો વોટ આપવા આવ્યા ત્યારે તેમનું પોટ્રેટ રજૂ કરનાર સિયા પટેલ પોતાનો અનુભવ શેર કર્યો હતો. તેણીએ કહ્યું કે, “મેં તેમને તેના ઓટોગ્રાફ માટે પૂછ્યું. હું આ દિવસની રાહ જોઈ રહી હતી. હું તેને શબ્દોમાં વર્ણવી શકતી નથી. તેણે મને ફક્ત ઓટોગ્રાફ આપ્યો, મેં પોટ્રેટ બનાવ્યું ત્યારથી હું આ દિવસની રાહ જોઈ રહી હતી. તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી, તે એક મહાન અનુભવ હતો.”
દેવર્ષ પંડ્યા નામના બાળક સાથે પણ વડાપ્રધાન મોદીએ વાત કરી હતી. દેવર્ષએ પીએમ મોદીનો સ્કેચ બનાવ્યો હતો. તેણે કહ્યું કે, “મેં પીએમ મોદીને પૂછ્યું કે ડ્રોઇંગ કેવું છે. તેમણે કહ્યું કે, સારું છે. તેમણે તેના પર સાઈન પણ કરી છે. મેં ગઈ રાત્રે આ દોર્યું હતું.“આ ઉપરાંત અન્ય બાળકો સાથે પણ તેમણે વાત કરી હતી અને અનેક પેન્ટિંગ્સ પર ઓટોગ્રાફ આપીને બાળકોને ખુશ કર્યા હતા.
આ ઉપરાંત, એક વૃદ્ધ મહિલાએ પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરી હતી અને તેમના હાથમાં રાખડી બાંધી હતી. મતદાન આપ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ અનેક બાળકો અને સ્થાનિક લોકો સાથે વાત કરી હતી. જેને લઇને સ્થાનિક લોકો બહુ જ ખુશી અનુભવી રહ્યા છે.