Mehsana Election 2024 Result: દેશભરમાં લોકસભા ચૂંટણી 2024ની મતગાણતરી થઈ રહી છે. ત્યારે મહેસાણા બેઠક પરની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. મહેસાણા બેઠક પરના કુલ મત 1059340 માંથી હાલ 817706 મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આ બેઠક પરથી ભાજપ અંગે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલને 248,325 મતોની લીડ સાથે જીત તરફ આગળ વધી રહ્યા છે. જોકે, હવે તેમની લીડને કોંગ્રેસ ઉમેદવાર ટક્કર આપી શકશે નહીં. જણાવી દઈએ કે, હરિભાઈ પટેલ સામે કોંગ્રેસના રામજીભાઈ ઠાકોર ચૂંટણી લડી રહ્યા હતા. જેમને 277167 મતો મળ્યા છે.
જણાવી દઈએ કે, મહેસાણાના વર્તમાન સાંસદ શારદાબેન પટેલ છે, 2019ની ચૂંટણીમાં તેમણે એ.જે. પટેલને 2.72 લાખ મતોથી હરાવ્યા હતા. આ ઉપરાંત, 2014માં જયશ્રી પટેલ કોંગ્રેસના જીવા પટેલને 2 લાખથી વધુ મતોથી હરાવીને સતત બીજી વખત સાંસદ બન્યા હતા. મહેસાણા લોકસભા બેઠકમાં કુલ 15 લાખ મતદારો છે. જેમાંથી 7,77,821 પુરૂષ મતદારો છે. જ્યારે 7,20,375 મહિલા મતદારો છે.