Lok Sabha Election : આજે લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ગુજરાતની પણ 25 બેઠકો પર મતદાન ચાલુ છે. ત્યારે આજે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પોતાના પરિવાર સાથે અમદાવાદની મહમદપુરા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું.
ગૌતમ અદાણીએ મત આપ્યા બાદ ટ્વીટ કર્યું છે. જેમાં તેમને લખ્યું છે કે, “આજે મારા પરિવાર સાથે મતદાન કરવા બદલ ગર્વ છે. મતદાન એ એક અધિકાર, એક વિશેષાધિકાર અને એક જવાબદારી છે જે આપણે બધા આ મહાન રાષ્ટ્રના નાગરિકો તરીકે શેર કરીએ છીએ. દરેક મત એ આપણી લોકશાહીમાં શક્તિશાળી અવાજ છે. ભારતના ભવિષ્યને આકાર આપવા માટે તમારો મત આપો.”
ગૌતમ અદાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, “આજે લોકશાહીનો તહેવાર છે અને હું લોકોને અપીલ કરું છું કે બહાર આવો અને મતદાન કરો. ઈન્ડિયા આગળ વધી રહ્યું છે અને આગળ વધતું જ રહેશે.”