Lok Sabha Election : સાબરકાંઠા મતવિસ્તારના મોડાસમાં EVM બાબતે મતદારો અને પોલીસકર્મી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. EVM ખોટકાયા બાદ ગ્રીન લાઇટ બતાવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પોલીસે મામલો થાળે પાડ્યો હતો અને ફરીથી મતદાન પ્રક્રિયા શરુ થઇ હતી.
મોડાસામાં કે.એન શાહ સ્કૂલના 181 મતદાન બુથ પર બબાલ થઇ હતી. પોલીસ અને મતદારો વચ્ચે બલાલ જોવા મળી હતી. EVM ખોટકાયા બાદ પણ ગ્રીન લાઈટ બતાવતા હોવાના આક્ષેપ બાદ રોષ જોવા મળ્યો હતો. કમળના નિશાન પહેરેલા બેચ સાથે શખ્સો બુથમાં ફરતા હોવાના આક્ષેપ બાદ બબાલ થઇ હતી. એક શખ્સ અન્ય મતદારોને મતદાન કરવા રોકતા સમગ્ર મામલો બિચક્યો હતો. જે બાદ પોલીસ અને વિરોધ કરનાર યુવક વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.
કોંગ્રેસ નેતા હુસેન ખલાકે જણાવ્યું કે, સાબરકાંઠા મતવિસ્તારના મોડાસા શહેરના બુથ નંબર 181 પર મશીન વારંવાર ખોટકાતું હતું તેવી ફરીયાદો મળી હતી ત્યારબાદ અમે અહિં આવ્યા હતા. મતદાન ધીમું થાય તેવા હેતું સાથે આ કરવામાં આવી રહ્યું છે. મતદારોને હેરાન કરવામાં આવી રહ્યા છે, જેથી તેઓ મતદાન કર્યા વગર પાછા જતા રહે. ચૂંટણીને અધીકારીને અપીલ કરતા જણાવ્યું કે પક્ષપાત વાળા અધીકારીઓને બુથ પરથી દૂર કરવા.
ભાજપ નેતા રાકેશ મહેતાએ જણાવ્યું કે, અહિં મતદાન પ્રક્રિયા શાંતિ પૂર્વક ચાલી રહી છે. જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેવું કઇ છે નહિં. તમામ બાબતો પાયાવિહોણી છે.
ચૂંટણી અધિકારી પ્રશસ્તિ પારિકએ કહ્યું કે, ટેક્નિશિયન અને એન્જિનિયરે ચેક કર્યું હતું. ઓરોપો જેવી કોઇ બાબત નથી. જે બાદ તાત્કાલિક અસરથી ઇવીએમ બદલવાની કામગીરી હાથ ધરાઈ હતી.