Lok Sabha Election : દેશના સૌથી મોટા લોકશાહી પર્વમાં લોકો જોડાયા ઉત્સાહથી, યુવાધન, કિન્નરો અને વયોવૃદ્ધએ લીધો ભાગખેડા લોકસભા બેઠક માટે પ્રાથમિક શાળા મતદાન મથક ખાતે વહેલી સવારે મતદારો મતદાન કરવા ઉમટ્યા છે. આજે દિપસિંહ એમ ગઢવી, રિટાયર્ડ PSIએ સૌ પહેલાં વોટ આપી કર્યા શ્રીગણેશાય કર્યા હતા. ખેડા લોકસભા બેઠક માટે પ્રાથમિક શાળા અને સખી મતદાન મથક 52 ખાતે સખી સંચાલિત મતદાન બુથ તૈયાર કરાયા છે.
ખેડામાં એક પ્રિસાઇડિંગ આસિસ્ટન્ટ સહિત 04 અન્ય એમ કુલ 05 મહિલા સ્ટાફ સાથે મતદાન પ્રક્રિયાની કામગીરી કરી રહ્યા છે. ખેડા લોકસભા બેઠક માટે સંત અન્ના હાઇસ્કુલ, ખાતે સ્થિત 40-આદર્શ મતદાન મથકમાં મતદારો માટે તૈયાર કરાયું છે. મતદાતા 21 વર્ષીય યુવા મતદાર અંજલીબેન ગોવિંદભાઈ પ્રજાપતિએ લોકસભા સામાન્ય ચૂંટણી માટે કર્યું પ્રથમ વાર મતદાન હતું. યુવા મતદાર અંજલીબેનએ જિલ્લાના યુવા મતદારોને મતદાન કરવા કરી હાકલ કરી છે.
ખેડા લોકસભા બેઠક માટે જિલ્લાના એકમાત્ર યુવા સંચાલિત 132-મતદાન મથક ખાતે તમામ યુવા સ્ટાફ સાથે મતદાન પ્રક્રિયાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. કુલ 08 યુવા મતદાન સ્ટાફ મતદાન કરાવી રહ્યા છે. જેમાં 91 વર્ષના ભક્તિનગરના રહીશ પુરુષોત્તમ હરજીવનભાઈ પટેલે પોતાના પુત્ર સાથે મતદાન કરી નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી.
ખેડા લોકસભા બેઠક માટે જિલ્લાના પ્રાથમિક શાળા નંબર 4, મતદાન મથક નંબર 96 ખાતે પીજ ભાગોળ સ્થિત અખાડાના કિન્નરોએ મતદાન કર્યું હતું. અંદાજિત 20 કિન્નરોએ એક સાથે મતદાન કરી લોકશાહીના અવસરમાં સહભાગી થયા હતા. શીલાકુવરે મતદાન કરી હર્ષની લાગણી અનુભવતા જણાવ્યું કે, આજે તેમના દાદા ગંગારામી, પીજ ભાગોળ અખાડાના કિન્નરોએ લોકસભા સામાન્ય ચૂંટણી માટે મતદાન કરી તેમની ફરજ બજાવી હતી.