Loksabha Election 2024:આજે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું ગુજરાતમાં 25 બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. પરંતુ ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર મતદાન સૌથી વધારે મહત્વનું ગણાશે. સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. પરંતુ સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં મતદાન દરમિયાન ઘણા ઉતાર-ચડાવ જોવા મળી શકે છે. મતદાનના આકે કલાક પહેલા એટલે કે સવારના 6 વાગ્યાથી લોકોએ મતદાન મથકો પર લાઈનો લગાવી દીધી હતી. રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના વિવાસ્પદ નિવેદનની પણ અસર જોવા મળશે. બીજી તરફ કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને ઉતારવામાં આવ્યા છે. એટલે કે, અહીં લેઉવા-કડવા પટેલ વચ્ચે ભારે જંગ જામશે.
રામભાઈ મોકરિયાની લથડી તબિયત
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા ની તબિયત લથડી છે. પરસોત્તમ રૂપાલાને મળવા જતી રાજકોટથી અમરેલી મળવા જતી વખતે રસ્તામાં તેમની તબિયલ લથડી હોવાનું સામે આવ્યું હતું. જેથી તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાસે ખસેડવામાં આવ્યા છે.
હોસ્પિટલમાં કરાયા દાખલ
મળતી માહિતી અનુસાર, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા રાજકોટથી અમરેલી પરસોત્તમ રૂપાલાને મળવા જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં જ રામભાઈ મોકરિયાની તબિયત લથડી હતી. જેથી તેઓને તાત્કાલિક આટકોટની કે.ડી પરવડિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતાં જ ભાજપના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
પરસોત્તમ રૂપાલાએ પૂછ્યા ખબર અંતર
રામભાઈ મોકરિયાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની જાણ થતાં જ અમરેલીથી પરસોત્તમ રૂપાલા તાત્કાલિક રાજકોટ પહોંચ્યા હતા. જે બાદ તેઓએ કે.ડી પરવાડિયા હોસ્પિટલ ખાતે પહોંચીને રામભાઈ મોકરિયાના ખબર અંતર પૂછ્યા હતા.