Lok Sabha Election : ગુજરાતમાં આજે લોકસભાનું મતદાન થઇ રહ્યું છે. ત્યારે સુરતમાં સિનીયર સિટીઝનો અને દિવ્યાંગ લોકો પણ મતદાન કરવા આગળ આવી રહ્યા છે. સુરતમાં મતદાન કરવા આવેલા એક દિવ્યાંગ દંપતી અને વૃદ્ધ મતદારને પોલીસે મતદાન કરાવવામાં મદદ કરી હતી.
ગુજરાતમાં આજે લોકસભાનું મતદાન થઇ રહ્યું છે. સુરતમાં પોલીસ દ્વારા પણ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતમાં વૃદ્ધ અને દિવ્યાંગ લોકો પણ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં સાધના નિકેતન સ્કૂલ ખાતે મતદાન મથક પર એક દિવ્યાંગ દંપતી પોતાના બાળક સાથે મતદાન કરવા માટે આવ્યા હતા. ત્યારે ત્યાં બંદોબસ્તમાં રહેલા કાપોદ્રા પોલીસની ટીમ દ્વારા તે દિવ્યાંગ દંપતીને મદદ કરવામાં આવી હતી. પોલીસે દિવ્યાંગ દંપતીના બાળકને સાચવ્યો હતો અને દિવ્યાંગ દંપતીએ મતદાન કર્યું હતું.
આ ઉપરાંત અડાજણ વિસ્તારમાં એક વૃદ્ધ વ્યક્તિ મતદાન કરવા પહોંચ્યા હતા. ત્યાં હાજર પોલીસ દ્વારા તેઓને મદદ કરવામાં આવી હતી પોલીસના જવાનો વૃદ્ધનો હાથ પકડીને મતદાન મથક સુધી લઇ જઈ મતદાન કરવામાં મદદ કરી હતી.