
Lok Sabha Election 2024 : મે મહિનામાં આકરા તાપ છતા પણ ગુજરાતીઓ લોકસભા ચૂંટણીમાં મતદાન બાબતે ખુબ જ ઉત્સાહ દર્શાવી રહ્યા છે. 25 લોકસભા બેઠક ઉપરાંત પાંચ વિધાનસભા બેઠકો માટે મતદાન પણ ભરપુર ચાલી રહ્યું છે. જો કે તેવામાં ગુજરાતમાં એક એવું બુથ સામે આવ્યું જેમાં 3 ટકા જ મતદાન થયું છે. મે મહિનામાં આકરા તાપ વચ્ચે એક તરફ મતદાન માટે ચોતરફ લોકોને મતદાન કરાવવા માટે તમામ પક્ષો ભાગદોડ કરી રહ્યા છે. તો બીજી તરફ એક બુથ એવું પણ સામે આવ્યું જ્યાં માત્ર 3 ટકા જ મત પડ્યા છે.

મહિસાગરના બાલાસિનોરમાં મતદાનનો બહિષ્કાર
મહિસાગરના બાલસિનોરમાં મતદાનનો બહિષ્કાર કરાયો છે. આ મતદાનના દિવસે મતદાન બુથ પર અધિકારીઓ મતદાતાઓની રાહ જોઇને બેસી રહ્યા છે. જો કે એક પણ મત નથી પડી રહ્યો. અત્યાર સુધીમાં માત્ર અને માત્ર 3 ટકા મત જ પડ્યા છે. મહિસાગરના બાલાસિનોરના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. આટલા નિરસ મતદાનના કારણે બંન્ને પક્ષના લોકો મતદાન કરાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. લોકોને સતત બોલાવી રહ્યા છે. પરંતુ મતદાતાઓ મતદાન માટે આગળ જ નથી વધી રહ્યા. આ બુથમાં આવતા લોકોએ ડમ્પિંગ સાઇડના પગલે મતદાનનો બહિષ્કાર કર્યો છે.

બાલાસિનોર ડમ્પિંગ સાઇટના વિરોધમાં અનેક ગામોએ કર્યો બહિષ્કાર
બાલાસિનોર ડમ્પિંગ સાઇટના વિરોધના પગલે મતદાન બહિષ્કાર યથાવત્ત છે. બાલાસિનોરના ગ્રામપંચાયતના બે બુથ બોડોલી, કુંજરા ગામમાં બુથ પર નહીવત્ત મતદાન થયું છે. ડમ્પિંગ સાઇટના વિરોધમાં મતદારોમાં ભારે નારાજગી છે. ડમ્પિંગ સાઇટ પ્રભાવિત ગામના લોકોએ મતદાન ટાળ્યું છે. બપોરના 3 વાગવા છતા પણ બોડેલી બુથ પર 34 મત જ્યારે કુંજરા બુથ પર 3 જ મત્ત પડ્યા છ. બોડેલી બુથ પર 790 મતદાતાઓ છે. જેમાં 34 મત પડ્યા છે. કુજરા બુથ પર 734 ની સામે માત્ર 3 જ મત્ત પડ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ47.03 ટકા મતદાન જ થયું છે. જે પણ આંકડો ખુબ જ નિરાશાજનક રહ્યો છે.
