Lok Sabha Election : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈ ગુજરાતમાં વહેલી સવારથી લોકો મત આપવા પહોંચ્યા છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ મતદાન કર્યું છે. મતદાન કર્યા બાદ ગોહિલે પત્રકારો સાથે વાત કરતાં મોટું નિવેદન સામે આવ્યું છે.
શક્તિસિંહ ગોહિલે ગાંધીનગર સેક્ટર 19માં મતદાન કર્યા બાદ બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ વાંધો ઉઠાવ્યો હતો. જેમાં બુથમાં ભાજપના એજન્ટ પાસે ચૂંટણી ચિન્હવાળી પેન હોવાનો આરોપ કર્યો છે. આ સાથે વાસણામાં ભાજપના ધારાસભ્યના પતિએ મતદાન કરાવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
ગુજરાત કોંગ્રસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મતદાન કર્યા બાદ પત્રકારોને સંબોધતા મોટું નિવેદન આપ્યું છે. ગોહિલે મતદાન કર્યા બાદ બુથમાં ભાજપના એજન્ટ પાસે ચૂંટણી ચિન્હવાળી પેન હોવાનો આરોપ મૂક્યો છે. શક્તિસિંહ ગોહિલે નિવેદન આપતા કહ્યુ કે, તમામ મતદાન મથકોમાં ભાજપના એજન્ટ કમળની નિશાન વાળી પેન લઇને બેઠા છે. આ સાથે કહ્યું કે, ચૂંટણી કમિશનરને મારી રજૂઆત છે કે, તેમણે આ અટકાવવું જોઇએ.
ગાંધીનગરના વાસણામાં મતદાન બંધ કરાવ્યું હોવાનો આક્ષેપ
શક્તિસિંહ ગોહિલે મતદાન બાદ પત્રકારો સાથે વાત કરતાં ગાંધીનગરના વાસણામાં મતદાન બંધ કરાવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વાસણામાં ભાજપના ધારાસભ્યના પતિએ મતદાન બંધ કરાવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ તરફી મતદાન થતાં મતદાન બંધ કરાવ્યું હોવાનું નિવેદન આપ્યું છે. આ સાથે શક્તિસિંહ ગોહિલે પોલીસ પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, જામનગર પોલીસે કોંગ્રેસના યુવાનોને ઉઠાવ્યા છે, પોલીસ સરકાર માટે નહીં પ્રજા માટે કામ કરે છે. આ સાથે કહ્યુ કે, ચૂંટણીપંચ પોતાની આંખો બંધ ન કરે.