Lok Sabha Election 2024 : મહીસાગરમાં વરરાજાએ મતદાન કર્યું હતું. ખાનપુર તાલુકાનાં ખૂંટેલાવ ગ્રામ પંચાયતનાં ઝેઝા ગામના નયન ડામોરે મતાન કર્યું હતું. લગ્નની ફરજ પહેલા પોતાની મતદાનની ફરજ અદા કરી હતી. પિતા જેશિગભાઈ ડામોરે અને માતા લાડુબેન સાથે વરરાજા નયનભાઈ ડામોરે મતદાન કર્યું હતું.
બપોરે મહિલાઓમાં મતદાનમાં ઉત્સાહ
વલસાડનાં સંઘ પ્રદેશ દમણમાં લોકસભા ચૂંટણીને લઈને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ધોમ ધખતા તાપમાં પણ મહિલાઓએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. બપોરે મહિલાઓમાં મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
હનુમાનજીનો વેશ ધારણ કરી મતદાન કર્યું
વડોદરામાં મતદારે અનોખી રીતે મતદાન કર્યું હતું. નવયુગ વિદ્યાલયમાં દીપક શાસ્ત્રીએ અનોખી રીતે મતદાન કર્યું હતું. હનુમાનજીનો વેશ ધારણ કરી મતદાન કર્યું હતું. સવારે 7 મતદાન મથક પર સૌથી પહેલા મતદાન કર્યું હતું. જય શ્રી બોલતાં બોલતા મતદાર મત આપવા ગયા હતા. હનુમાજીનો વેશ ધારણ કરતા અન્ય મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
મતદારો માટે મતદાન મથક પર પાણી-કુલરની વ્યવસ્થા
ગાંધીનગર લોકસભા બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. ગરમીને લઈ મતદાન મથક પર કુલરની વ્યવસ્થા કરાઈ હતી. મતદારો માટે મતદાન મથક પર પાણી-કુલરની વ્યવસ્થા કરવામાં આવી હતી. વધુ મતદારો મત આપવા આવે તે માટે વ્યવસ્થા કરાઈ હતી. કુલર અને પાણીની વ્યવસ્થા હોવાથી મતદારોને ગરમીથી રાહત મળી રહી છે.
70 વર્ષીય દિવ્યાંગ મહિલા બેને કર્યું મતદાન
પાલનપુરનાં ગઢ ખાતે 70 વર્ષીય દિવ્યાંગ મહિલાએ મતદાન કર્યું હતું. મતદાર હંસાબેન જોષીને યુવાનોએ ખાટલામાં બેસાડીને મતદાન મથક સુધી લાવ્યા હતા. દિવ્યાંગ દાદી માને મતદાન કરાવી યુવાનોએ મતદાનનો અનોખો સંદેશ આપ્યો હતો. લોકશાહી પર્વની ઉજવણીમાં સહભાગી બની દરેકને પોતાના મતાધિકારીનો ઉપયોગ કરવાની દાદીમાએ અપીલ કરી હતી.