Anant Radhika Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તારીખ અને સ્થળ વિશે જાણકારી સામે આવી છે. મુકેશ અંબાણીના નાના પુત્રના લગ્ન 12 જુલાઈના રોજ મુંબઈના BKCમાં Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થશે.
12 જુલાઈ, શુક્રવારના રોજ શુભ લગ્ન સમારોહ સાથે મુખ્ય લગ્નની ઉજવણી શરૂ થશે. 13 જુલાઈ શનિવાર શુભ આશીર્વાદનો દિવસ રહેશે. 14 જુલાઈ, રવિવારના રોજ મંગલ ઉત્સવ અથવા લગ્નનું રિસેપ્શન હશે.
પ્રિ-વેડિંગ ફંક્શનમાં સ્ટાર્સનો મેળો જામ્યો હતો
લગ્ન પહેલા, ગુજરાતના જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં વિશ્વભરમાંથી ઘણી પ્રખ્યાત હસ્તીઓને આમંત્રિત કરવામાં આવી હતી.
આ હસ્તીઓને આમંત્રણ મળી શકે છે
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બોલિવૂડથી લઈને વિદેશી મહેમાનો હાજરી આપશે. તેમના લગ્નના ગેસ્ટ લિસ્ટમાં શાહરૂખ ખાન-સલમાન ખાન, બચ્ચન પરિવાર, વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, વિકી કૌશલ, કેટરિના કૈફ સહિત ઘણા સ્ટાર્સના નામ સામેલ છે.
આ સિવાય બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ, લેરી ફિંક, સ્ટીફન શ્વાર્ઝમેન, બોબ ઈગર, ઈવાંકા ટ્રમ્પ સહિત ઘણા વિદેશી મહેમાનો પણ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનનો ભાગ બનવા માટે ભારત આવી શકે છે.
યુરોપમાં બીજા પ્રી-વેડિંગ ફંક્શન થઈ રહ્યા છે
તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને તેમની ભાવિ કન્યા રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન યુરોપમાં યોજાઈ રહ્યું છે. આ કપલ ક્રુઝ પર લગ્ન પહેલા ભવ્ય પાર્ટી માણી રહ્યું છે.
અંબાણી ફેન પેજ પરથી સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જે અનંત અને રાધિકાના પ્રી-વેડિંગનો હોવાનું કહેવાય છે. અંબાણી અપડેટના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરવામાં આવેલા વીડિયોમાં અમેરિકન બેન્ડ બેકસ્ટ્રીટ બોયઝ પરફોર્મ કરતા જોવા મળે છે.