મનાલી , મસુરી,શિમલા, ગુલમર્ગ સહિત ભારતની કેટલીક એવી જગ્યા છે જ્યાં તમને હિમ વર્ષા જોવા મળે છે. તો ચાલો આજે આપણે જોઈએ કે, ભારતના એવા ક્યા સ્થળો છે જ્યાં તમને સ્નોફોલ જોવા મળી શકે છે. તમે અહિ ફરવા જવાનો પણ પ્લાન બનાવી શકો છો.
ગુલમર્ગને સ્વર્ગનું જન્નત કહેવામાં આવે છે. જે જમ્મુ અને કાશ્મીરમાં આવેલું છે. જે ઉત્તર ભારતનું પહાડી સ્થળ છે. ગુલમર્ગની સુંદરતાથી દર વર્ષે લાખો લોકો આકર્ષિત થાય છે. અહિ ઓક્ટોબરના શરુઆતથી માર્ચ સુધી હિમ વર્ષા થાય છે.
મનાલી હિમાચલ પ્રદેશની ખુબસુંદર જગ્યા છે. જો તમે મનાલી જવાનો પ્લાન કરી રહ્યા છે તો સોલાંગ વેલીની જરુર મુલાકાત લો. અહિ એડવેન્ચર એક્ટિવિટી તેમજ ટ્રેકિંગની ખુબ મજા આવશે. મનાલી જવા માટે ઓક્ટોબર-માર્ચનો મહિનો સ્નોફોલ જોવા માટ ખુબ સારો રહે છે.
ભારતમાં બરફના પહાડો જોવા માટે લોકો લદ્દાખ જવાનું વધુ પસંદ કરે છે. જે 12 મહિના પર્યટકોને આકર્ષિત કરે છે. તમને જણાવી દઈએ કે, ઓક્ટોબરથી માર્ચ વચ્ચે લદ્દાખમાં તમને બરફના સફેદ પહાડો જોવા મળશે. અહિ લોકો બાઈક ટ્રિપ માટે પણ ખુબ જ આવતા હોય છે.
ઓલી ઉત્તરાખંડનું એક નાનું સુંદર હિલ સ્ટેશન છે, જ્યાં દર વર્ષે નવેમ્બર મહિનાથી ભારે હિમવર્ષા થાય છે. એટલું જ નહીં, દર વર્ષે પ્રવાસન વિભાગ દ્વારા સ્કીઇંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દૂર-દૂરથી સ્કીઇંગના શોખીનો આવે છે અને ઉત્સાહપૂર્વક ભાગ લે છે. અહીંનો બરફવર્ષા અને સ્કીઇંગ તમને મંત્રમુગ્ધ કરી દેશે.