આજના સમયમાં યુવાનોથી લઈ મોટી ઉંમરના લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા રહે છે. ઘણા લોકો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે નિયમિતપણે દવા લેતા હોય છે. પરંતુ તેની ઘણી આડઅસર થઈ શકે છે. તેમ છતાં તમારે ડોક્ટરની સલાહ પર દવા લેવાનું બંધ ન કરવું જોઈએ. પરંતુ આ સિવાય તમે દરરોજ કેટલાક ફળો આહારમાં લઈ શકો છો. જેનાથી તમે તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકો છો.
ફળોના ખાવાથી દવા પરની નિર્ભરતા પણ ઘટશે અને આડઅસરોની સમસ્યા પણ ઓછી થશે. આ ફળો નિયમિતપણે ખાવામાં આવે તો બ્લડ પ્રેશરની સમસ્યા ઓછી થાય છે. અમેરિકન હાર્ટ એસોસિએશન મુજબ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ વધારે પ્રમાણમાં ફળો, શાકભાજી, આખા અનાજ ખાવા જોઈએ.
કેળા : આ ફળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. આ બંને પરિબળો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ખૂબ મદદરૂપ છે. તેથી તેને રોજ ખાઓ. જો કે કેળા ખાવાથી પેટની કેટલીક સમસ્યાઓ વધી શકે છે. તેથી ડૉક્ટરની સલાહ મુજબ જ ખાવા જોઈએ.
તરબૂચ : આ ફળમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. તેમાં સોડિયમ પણ હોય છે. તેમાં વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં લિપોસિન અને એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે. તે અમુક હદ સુધી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.
દાડમ : આ ફળનો રસ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તેમાં કેટલાક ઉત્સેચકો હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ફળ તમે નિયમિતપણે ખાઈ શકો છો. કોઈપણ ઉંમરના લોકો તેનું સેવન કરી શકે છે.
કેરી : કેરી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે. તેમાં બીટા કેરોટીન અને પોટેશિયમ હોય છે. આ બંને પરિબળો બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકે છે. તમે તેને નિયમિત ખાઈ શકો છો. પરંતુ જે લોકો સુગરથી પરેશાન છે તેમણે તેને ઓછી માત્રામાં ખાવી જોઈએ.