Iran Embassy : ઈરાની કોન્સ્યુલેટની ફરિયાદના આધારે ફ્રેન્ચ પોલીસે શુક્રવારે એક વ્યક્તિની અટકાયત કરી હતી. એમ્બેસીએ એલર્ટ કર્યું હતું કે શુક્રવારે એક વ્યક્તિ વિસ્ફોટકો સાથે અંદર ઘૂસ્યો હતો.
જોકે, પોલીસે હવે યુવકને કસ્ટડીમાં લઈ દૂતાવાસની બહાર લઈ જવામાં આવ્યો છે. પોલીસ તેની સતત પૂછપરછ કરી રહી છે. સુરક્ષાના દૃષ્ટિકોણથી, રાજધાનીના 16માં જિલ્લામાં કોન્સ્યુલેટની આસપાસના સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત છે. પેરિસ ટ્રાન્સપોર્ટેશન કંપની RATP એ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે બે મેટ્રો લાઇન પર ટ્રાફિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. બંને લાઇન એમ્બેસી નજીક ચાલે છે.