Google દરેક Gmail વપરાશકર્તાને કુલ 15GB મફત સ્ટોરેજ આપે છે જેનો ઉપયોગ વપરાશકર્તાઓ તેના Google Photos, ઈ-મેલ અને Google Drive માટે કરી શકે છે. કેટલાક વપરાશકર્તાઓનું કામ આ સ્ટોરેજથી થઈ જાય છે, પરંતુ મોટાભાગના વપરાશકર્તાઓ સ્ટોરેજ સમસ્યાઓનો સામનો કરવા લાગે છે. જીમેલનું સ્ટોરેજ ઓછું થઈ જાય પછી યૂઝર્સ પાસે બે વિકલ્પ હોય છે.
પહેલું સ્ટોરેજ ખરીદવાનું છે અને બીજું જૂના ઈ-મેઈલ ડિલીટ કરવાનું છે. પ્રથમ પદ્ધતિમાં પૈસા ખર્ચવા પડે છે, પરંતુ બીજી પદ્ધતિમાં નહીં. અત્યાર સુધી જીમેલમાં બધા ઈમેલ એકસાથે ડિલીટ કરવાનું શક્ય નહોતું પરંતુ હવે તે શક્ય બન્યું છે. એક જ ક્લિકથી જીમેલમાંના તમામ ઈમેલ ડિલીટ કરી શકો છો. નીચે મુજબ છે ટ્રિક છે.
જીમેલના તમામ ઈમેલ એક ક્લિકમાં કેવી રીતે ડિલીટ કરવા?
- સૌ પ્રથમ તમારા ફોન અથવા લેપટોપના વેબ બ્રાઉઝરમાં Gmailમાં લોગિન કરો.
- હવે Gmail ઇનબોક્સની ટોચ પર દેખાતા ચેકબોક્સ પર ક્લિક કરો.
- આ પછી એક પેજમાં દેખાતા તમામ ઈ-મેઈલ પસંદ કરવામાં આવશે.
- હવે બ્લૂ કલરમાં રાઇટ સાઇડમાં Select all X conversations in Primaryનો વિકલ્પ દેખાશે.
- તેના પર ક્લિક કરો. આ પછી તમામ ઈ-મેઈલ પસંદ કરવામાં આવશે.
- આ પછી ડિલીટ પર ક્લિક કરીને તમામ ઈ-મેઈલ ડિલીટ કરો.
- એ જ રીતે તમે પ્રમોશનલ અને સોશિયલ કેટેગરીના ઈ-મેઈલ પણ ડિલિટ કરી શકો છો.