વોટ્સએપ દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ ફીચર લાવવામાં આવી રહ્યું છે, જેનાથી વોટ્સએપનો ઉપયોગ કરવામાં સરળતા રહેશે. WhatsApp ચલાવવા માટે મોબાઈલ નંબર વેરિફિકેશનની જરૂર પડે છે. મતલબ કે વોટ્સએપ પર લોગીન કરવા માટે ઓટીપી વેરિફિકેશન કરવું પડે છે, જે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવે છે, પરંતુ હવે મોબાઈલ નંબર વેરિફિકેશન વગર વોટ્સએપનો ઉપયોગ કરી શકાશે.
તમે ઈ-મેલ દ્વારા વેરિફિકેશન કરી શકશો
વોટ્સએપે ઈ-મેલ વેરિફિકેશનની સુવિધા શરૂ કરી દીધી છે. જો મોબાઇલમાં બેટરી અથવા નેટવર્ક નથી, તો તે સમય દરમિયાન ઈ-મેલ વેરિફિકેશન દ્વારા WhatsApp પર લોગિન કરી શકશો. આ વર્ષે ઓગસ્ટમાં વોટ્સએપ દ્વારા ઈ-મેલ આધારિત યૂઝર વેરિફિકેશન સિસ્ટમ ફીચર શરૂ કરવામાં આવ્યું હતું. WABetaInfoના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, આ ફીચર એન્ડ્રોઇડ બીટા વર્ઝનના વધુને વધુ ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
મોબાઇલ વેરિફિકેશન પ્રાથમિક રહેશે
વોટ્સએપ અનુસાર, મોબાઈલ વેરિફિકેશન પ્રથમ વેરિફિકેશન પ્રક્રિયા હશે. પરંતુ મોબાઈલ વેરિફિકેશન ન હોવા પર અન્ય વેરિફિકેશનનો તરીકે ઈ-મેલ વેરિફિકેશનનો ઉપયોગ થઈ શકે છે. કંપનીનો દાવો છે કે આ એક એક્સ્ટ્રા લેયર સિક્યોરિટી હશે. ઉપરાંત વપરાશકર્તાઓ માટે તેના એકાઉન્ટમાં લોગિન કરવું વધુ સરળ બનશે. રિપોર્ટ અનુસાર, WhatsApp ઈ-મેલ વેરિફિકેશન ટૂંક સમયમાં સામાન્ય લોકો માટે શરૂ કરવામાં આવશે.
તે કેવી રીતે કામ કરશે
આ ફીચરનો ઉપયોગ કરવા માટે યૂઝર્સે ઈ-મેલ આઈડી આપવી પડશે.
આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે વોટ્સએપના સેટિંગ્સ ઓપ્શનમાં જવું પડશે.
આ પછી તમારે એકાઉન્ટ ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે.
ત્યારબાદ તમારે ઈમેલ વેરિફિકેશન પર ટેપ કરવાનું રહેશે.