Nicholas Pooran: વેસ્ટ ઈન્ડિઝ ટીમના વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરને યુએસએ સામેની સુપર 8 મેચમાં પોતાની 27 રનની અણનમ ઈનિંગ સાથે નવો ઈતિહાસ રચ્યો છે. પુરને પોતાની ઈનિંગ દરમિયાન કુલ 3 સિક્સર ફટકારી હતી, જેના પછી તે T20 વર્લ્ડ કપની આ એડિશનમાં સૌથી વધુ સિક્સ ફટકારવાના મામલે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. આ મામલે પુરણે પોતાના જ દેશના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો છે. પુરણે અત્યાર સુધી 6 ઇનિંગ્સમાં 17 સિક્સર મારવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને 129 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને તેણે માત્ર 10.5 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.
નિકોલસ પૂરનની વાત કરીએ તો આ T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં તેણે 6 ઇનિંગ્સ રમીને 45.40ની એવરેજથી 227 રન બનાવ્યા છે અને 17 સિક્સર પણ ફટકારી છે. આ પહેલા 2012 T20 વર્લ્ડ કપમાં ક્રિસ ગેલે 16 સિક્સર ફટકારી હતી અને હવે 12 વર્ષ બાદ પુરન તેનો રેકોર્ડ તોડવામાં સફળ થયો છે. આ લિસ્ટમાં ત્રીજા સ્થાન પર વેસ્ટ ઈન્ડિઝ ટીમના ખેલાડી માર્લોન સેમ્યુઅલ્સનું નામ છે, જેણે 2012માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં પણ કુલ 15 સિક્સર ફટકારી હતી. ચોથા સ્થાન પર ઓસ્ટ્રેલિયાની ટીમના પૂર્વ ખેલાડી શેન વોટસનનું નામ છે, જેણે 2012 T20 વર્લ્ડ કપમાં પણ 15 છગ્ગા ફટકાર્યા હતા.
- ક્રિસ ગેલ – 16 સિક્સર (2012 T20 વર્લ્ડ કપ)
- માર્લોન સેમ્યુઅલ્સ – 15 સિક્સર (2012 T20 વર્લ્ડ કપ)
- શેન વોટસન – 15 સિક્સર (2012 T20 વર્લ્ડ કપ)