અભિષેક શર્મા ટીમ ઈન્ડિયાનો પ્રતિભાશાળી ખેલાડી છે. પરંતુ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી શ્રેણીની પ્રથમ બે મેચમાં તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. પરંતુ ત્રીજી T20 મેચમાં અભિષેકે અજાયબી કરી બતાવી.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સેન્ચુરિયન T20 મેચમાં અભિષેકે વિસ્ફોટક અડધી સદી ફટકારી હતી. તેણે 25 બોલનો સામનો કરીને 50 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 સિક્સ અને 3 ફોર ફટકારી હતી.
આ ઇનિંગના આધારે અભિષેકે ઘણા રેકોર્ડ તોડ્યા હતા. અભિષેકે એક વર્ષમાં સૌથી વધુ T20 સિક્સર ફટકારવાના મામલે ઘણા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.
તેણે આ વર્ષે અત્યાર સુધીમાં 65 સિક્સર ફટકારી છે. આ મામલામાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર સહિત ઘણા ખેલાડીઓ પાછળ રહી ગયા હતા.
અભિષેકે વધુ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો. T20 ઈન્ટરનેશનલ મેચના પાવર પ્લે દરમિયાન સૌથી વધુ સિક્સ મારવાના મામલે તે સંયુક્ત રીતે બીજા સ્થાને પહોંચી ગયો છે.
સાઉથ આફ્રિકા સામે પાવર પ્લે દરમિયાન અભિષેકે ચાર સિક્સર ફટકારી હતી. આ રેકોર્ડ રોહિતના નામે છે. રોહિતે 5 સિક્સર ફટકારી છે.