
સિનેમાનો સમાજ પર પ્રભાવ પડે છે.આપણે ત્યાં પહેલેથી જ હિંસક અને મૂલ્યોમાં શંકા ઉપજાવે એવા હીરો રહ્યા છે.ફિલ્મનાં હિરો તરીકે ડાર્ક હીરો રાખવો હવે સફળતાની નવી ફોર્મ્યુલા બની ગઈ છે અને ફિલ્મ માટે જાણે એક નિયમ બની ગયું છે.તાજેતરમાં ધુરંધર ફ્રેન્ચાઇઝી અને ૨૦૨૩માં આવેલી એનિમલ જેવી ફિલ્મોની સફળતાએ બતાવ્યું છે કે ફિલ્મનાં હિરો તરીકે ડાર્ક હીરો રાખવો હવે સફળતાની નવી ફોર્મ્યુલા બની ગઈ છે અને ફિલ્મ માટે જાણે એક નિયમ બની ગયું છે. દર્શકોને પણ આ પ્રકારની ફિલ્મો પસંદ આવી રહી છે. તાજેતરમાં ફિલ્મમેકર કરણ જાેહરે પણ શેર કર્યું હતું કે બોલિવૂડને હાઇપર મસ્ક્યુલિનિટી અને અલ્ફા મેન ટ્રેન્ડની લત લાગી ગઈ છે. ત્યારે વિજય વર્મા આ ટ્રેન્ડ વિશે કહે છે, “હંમેશા થી જ ‘હીરો’ પ્રકારના હીરો બોલિવૂડમાં બહુ ઓછા હતા. જાે તમે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (૧૯૯૫) આજે પણ જુઓ, તો પણ તે સંપૂર્ણ સફેદ નથી, ફિલ્મોમાં ક્યારેય એવું રહ્યું નથી.”વિજય આગળ કહે છે, “આ સંપૂર્ણ સામાન્ય ગેરસમજ છે, ખાસ કરીને જ્યારે ફિલ્મો પર ચર્ચા થાય ત્યારે. આપણે હંમેશા નૈતિક રીતે શંકા ઉપજાવે એવા લક્ષણો ધરાવતા હિરો રાખ્યા છે. કદાચ મહાન રાજેશ ખન્નાની થોડી ફિલ્મો સિવાય, કદાચ બાવર્ચી (૧૯૭૨) જેવી ફિલ્મોમાં, હીરો સામાન્ય રીતે કોઈક પ્રકારની અસુરક્ષાઓ, કમી, વ્યક્તિગત શોધ અથવા અનેક અવરોધોનો સામનો કરતા પાત્રો હોય છે, નહીં તો વાર્તા ચાલતી નથી.”વિજય વર્મા, જેણે ડાર્લિંગ્સ (૨૦૨૨) જેવા પ્રોજેક્ટ્સમાં એન્ટી-હીરો પાત્રો ભજવ્યા છે, તે કહે છે કે આવા ગ્રે શેડવાળા પાત્રો સાથે દર્શકો વધુ જાેડાય છે. વિજયે કહ્યું, “અપણે હંમેશા સાહિત્યથી લઈને કલા અને સિનેમા સુધી ઉત્તમ વિલન રાખ્યા છે. અમિતાભ બચ્ચનનું દીવારનું પાત્ર તેનું ઉત્તમ ઉદાહરણ છે. હું શુદ્ધ સજ્જન હિરો કરતાં આવા નાયક અને એન્ટી-હીરો સાથે મારી જાતને વધુ જાેડી શકું છું, કારણ કે મેં આપણા સિનેમામાં એ પ્રરારના હિરો બહુ જાેયા નથી.” જ્યારે વિજય સ્વીકાર કરે છે કે સિનેમાનો સમાજ પર પ્રભાવ હોઈ શકે છે, તે એમ પણ માને છે કે ડાર્ક વાર્તાઓ કહેવું કે તેનો મહિમા ગાવો જરૂરી નથી. ઉદાહરણ તરીકે, તેનો શો મટકા કિંગ એક એવા માણસની વાર્તા છે જે સટ્ટાબાજી કરીને જીવન જીવતો હોય છે અને જ્યારે સરકાર છેલ્લા કેટલાક વર્ષાેમાં ઓનલાઈન સટ્ટાબાજી અને જુગાર સામે કડક પગલાં લઈ રહી છે, ત્યારે પણ આ શો આ પ્રવૃત્તિનો મહિમા નથી કરતી.



