
શેરબજારમાં વધઘટ વચ્ચે ટોચની 10 કંપનીઓમાંથી 6 કંપનીઓની સંયુક્ત માર્કેટ મૂડીમાં રૂ. 2 લાખ કરોડનો વધારો થયો છે.
TCS અને HDFC બેન્કના એમ-કેપમાં સૌથી વધુ વધારો થયો છે. જોકે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), HDFC બેન્ક, ICICI બેન્ક, ઈન્ફોસિસ અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના માર્કેટકેપમાં પણ છેલ્લા સપ્તાહમાં વધારો થયો છે. માત્ર ભારતી એરટેલ, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC), ITC અને હિંદુસ્તાન યુનિલિવરની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે.
આ કંપનીઓના એમ-કેપમાં વધારો
- TCSનું માર્કેટ વેલ્યુએશન રૂ. 62,574.82 કરોડ વધીને કુલ રૂ. 16,08,782.61 કરોડ થયું હતું.
- HDFC બેંકમાં રૂ. 45,338.17 કરોડનો વધારો થયો છે. આ પછી બેંકનું માર્કેટ વેલ્યુએશન વધીને 14,19,270.28 કરોડ રૂપિયા થઈ ગયું.
- ઈન્ફોસિસનું મૂલ્યાંકન રૂ. 26,885.8 કરોડ વધ્યું છે. હવે કંપનીનું કુલ એમ-કેપ રૂ. 7,98,560.13 કરોડ થઈ ગયું છે.
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું મૂલ્યાંકન રૂ. 26,185.14 કરોડ વધીને રૂ. 17,75,176.68 કરોડ થયું છે.
- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની માર્કેટ મૂડીમાં રૂ. 22,311.55 કરોડનો વધારો થયો છે. હવે તેનું મૂલ્ય 7,71,087.17 કરોડ રૂપિયા થઈ ગયું છે.
- ICICI બેન્કનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 19,821.33 કરોડ વધીને કુલ રૂ. 9,37,545.57 કરોડ થયું છે.
આ કંપનીઓના એમ-કેપમાં ઘટાડો થયો હતો
- ભારતી એરટેલનું માર્કેટ વેલ્યુએશન રૂ. 16,720.1 કરોડ ઘટીને રૂ. 9,10,005.80 કરોડ થયું હતું.
- ITCનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 7,256.27 કરોડ ઘટીને રૂ. 5,89,572.01 કરોડ થયું હતું.
- હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ વેલ્યુએશન રૂ. 2,843.01 કરોડ ઘટીને હવે રૂ. 5,83,673.71 કરોડ થયું છે.
- LICના એમકેપમાં રૂ. 1,265 કરોડનો ઘટાડો થયો છે. હવે કંપનીનું કુલ એમ-કેપ રૂ. 6,21,937.02 કરોડ થઈ ગયું છે.
ટોપ-10 કંપનીઓનું રેન્કિંગ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હજુ પણ શેરબજારમાં સૌથી મૂલ્યવાન કંપની છે. આ પછી TCS, HDFC બેન્ક, ICICI બેન્ક, ભારતી એરટેલ, ઇન્ફોસિસ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, LIC, ITC અને હિન્દુસ્તાન યુનિલિવરનો નંબર આવે છે.
