ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ODIમાં સ્મૃતિ મંધાનાએ સદી ફટકારી છે. ODI ફોર્મેટમાં ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાની આ નવમી સદી છે. મંધાનાએ તેની સદીની ઇનિંગમાં 13 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. ઓસ્ટ્રેલિયામાં મંધાનાની આ બીજી સદી છે. સદી ફટકાર્યા બાદ મંધાના વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શકી ન હતી અને 105 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. આ વર્ષે મંધાનાની આ ચોથી સદી છે અને તે આવું કરનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની છે.
સાત વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ત્રણ મેચની વનડે શ્રેણીમાં પોતાનો દબદબો જાળવી રહી છે. ઓસ્ટ્રેલિયાએ શરૂઆતની બંને મેચો જીતી છે, જ્યારે ભારતે ત્રણેય વિભાગોમાં ખરાબ પ્રદર્શન કર્યું છે – બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ. પર્થમાં રમાઈ રહેલી મેચમાં સ્મૃતિ મંધાનાએ 109 બોલમાં 14 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 105 રન બનાવ્યા હતા. ગાર્ડનરે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.
સ્મૃતિ મંધાના એક કેલેન્ડર વર્ષમાં ચાર સદી ફટકારનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. આ પહેલા મહિલા વનડે ક્રિકેટમાં સાત ખેલાડીઓએ એક વર્ષમાં ત્રણ સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. મંધાનાએ આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારીને ચોથી સદી પૂરી કરી હતી.
સ્મૃતિ મંધાનાની ચાર સદી
117 વિ દક્ષિણ આફ્રિકા
136 વિ દક્ષિણ આફ્રિકા
100 વિ ન્યુઝીલેન્ડ
105 વિ ઓસ્ટ્રેલિયા