Lok Sabha Election : આજે મતદાનના દિવસે સવારના 7:00 વાગ્યાથી જ મત આપવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને આ મહાપર્વમાં યુવાઓ અમૂલ્ય મત આપી પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 3 વાગ્યા સુધી 47.03 ટકા મતદાન નોંધાયું છે, સૌથી વધુ વલસાડમાં 58.03 ટકા તો અમરેલીમાં સૌથી ઓછું 37.82 ટકા મતદાન નોંધાયું છે
ગુજરાતમાં 3 વાગ્યા સુધી 47.03 ટકા મતદાન
સૌથી વધુ વલસાડમાં 58.05 ટકા મતદાન નોંધાયું છે. તો અમદાવાદ પૂર્વમાં 43.55 ટકા જ્યારે અમદાવાદ પશ્ચિમમાં 42.21 ટકા, અમરેલીમાં 37.82 ટકા મતદાન નોંધાયું છે. આણંદમાં 52.49, બનાસકાંઠામાં 55.74 ટકા મતદાન નોંધાયું છે. બારડોલીમાં 51.97, ભરૂચમાં 54.90 ટકા મતદાન નોંધાયું છે. ભાવનગરમાં 40.96 ટકા, છોટાઉદેપુરમાં 54.24, દાહોદમાં 46.97 ટકા મતદાન નોંધાયું છે. ગાંધીનગરમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 48.99 ટકા જ્યારે જામનગરમાં 42.52 ટકા, જૂનાગઢમાં 44.47 ટકા મતદાન થયો છે. કચ્છમાં 41.18 ટકા, ખેડામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 46.11 ટકા મતદાન નોંધાયું છે. મહેસાણામાં 48.15 ટકા જ્યારે નવસારીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 48.03 ટકા મતદાન નોંધાયું છે. પંચમહાલમાં 45.72 ટકા, પાટણમાં 46.69 ટકા તો પોરબંદરમાં 37.96 ટકા મતદાન નોંધાયું છે.
રાજકોટમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 46.47 ટકા મતદાન નોંધાયું છે. સાબરકાંઠામાં 50.36 ટકા જ્યારે સુરેન્દ્રનગરમાં 3 વાગ્યા સુધીમાં 40.93 ટકા, વડોદરામાં 48.48 ટકા તેમજ વલસાડમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન થયું છે