
સોનાના વાયદામાં રૂ.6138 અને ચાંદીના વાયદામાં રૂ.15401નો સાપ્તાહિક ધોરણે જંગી ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.34 લપસ્યો બિનલોહ ધાતુઓ, નેચરલ ગેસમાં એકંદરે સુધારોઃ ઇલેક્ટ્રિસિટી, કોટન, મેન્થા તેલમાં નરમાઇનો માહોલઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.347829.81 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.2235426.91 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.269687.33 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 30107 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 7થી 13 નવેમ્બરના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.2583324.39 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.347829.81 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.2235426.91 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.38.58 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.29.09 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 30107 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ સાપ્તાહિક પ્રીમિયમ ટર્નઓવર રૂ.34225.05 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.269687.33 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.120839ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.127941 અને નીચામાં રૂ.120551ના સ્તરને સ્પર્શી, રૂ.120613ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.6138ના ઉછાળા સાથે રૂ.126751ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.4754ની તેજી સાથે રૂ.102347 થયો હતો. ગોલ્ડ-પેટલ નવેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.589 વધી સપ્તાહના અંતે રૂ.12800 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.6081ના ઉછાળા સાથે રૂ.126668ના ભાવે સપ્તાહના અંતે બોલાયો હતો. ગોલ્ડ-ટેન નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.121141ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.127996 અને નીચામાં રૂ.120850ના સ્તરને સ્પર્શી, રૂ.120858ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.6044ની તેજી સાથે રૂ.126902ના ભાવે બંધ થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.147309ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.165818 અને નીચામાં રૂ.147115ના મથાળે અથડાઈ, રૂ.147069ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.15401ના જંગી ઉછાળા સાથે રૂ.162470ના સ્તરે પહોંચ્યો હતો. સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.15113 ઊછળી રૂ.163698 થયો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.15091 ઊછળી રૂ.163700ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.13616.86 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું નવેમ્બર વાયદો રૂ.14 વધી રૂ.1014.05ના સ્તરે પહોંચ્યો હતો. જસત નવેમ્બર વાયદો રૂ.5.05 વધી રૂ.305.7ના સ્તરે સપ્તાહના અંતે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો સપ્તાહના અંતે રૂ.1.25 વધી રૂ.273ના ભાવે બોલાયો હતો. સીસું નવેમ્બર વાયદો 40 પૈસા વધી સપ્તાહના અંતે રૂ.184.1ના સ્તરે પહોંચ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.64505.45 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.3237ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.3289 અને નીચામાં રૂ.2951ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.239ના ભાવઘટાડા સાથે રૂ.3000ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5310ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5436 અને નીચામાં રૂ.5187ના મથાળે અથડાઈ, રૂ.5278ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.34 ઘટી રૂ.5244 થયો હતો. ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.38 ઘટી સપ્તાહના અંતે રૂ.5242ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ નવેમ્બર વાયદો સપ્તાહના અંતે એમએમબીટીયુદીઠ રૂ.32.9 વધી રૂ.413.8ના ભાવે બંધ થયો હતો. નેચરલ ગેસ-મિની નવેમ્બર વાયદો રૂ.33.1 વધી સપ્તાહના અંતે રૂ.413.8 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.929ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.19.1 ઘટી રૂ.912.7ના સ્તરે પહોંચ્યો હતો. કોટન નવેમ્બર વાયદો સપ્તાહના અંતે રૂ.820ના ભાવઘટાડા સાથે રૂ.25120ના ભાવે બંધ થયો હતો. એલચી નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2670ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.153 ઘટી રૂ.2536 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.145996.79 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.123690.55 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.10108.34 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.928.94 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.208.83 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.2366.24 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.86.72 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.9345.05 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.55073.68 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.13.20 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.1.78 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.5.20 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 11821 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 38382 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 8423 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 124075 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 11178 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 13488 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 18141 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 36775 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 925 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 11048 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 22823 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ નવેમ્બર વાયદો 28472 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 30542 પોઇન્ટના સ્તર અને નીચામાં 28391 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 1667 પોઇન્ટ વધી સપ્તાહના અંતે 30107 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.




