
રી ડેવલોપમેન્ટ પોલીસી હેઠળ કામગીરી કરાઈ.વેજલપુરમાં ચંદ્રનગર આવાસમાં રી-ડેવલપમેન્ટ હેઠળ મેગા ડિમોલિશન.આ મકાનોનો કબજાે મેળવ્યો હતો અને તેને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરી હતી.અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા ચંદ્રનગર આવાસમાં તંત્ર દ્વારા ડિમોલિશનની મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકારની રી-ડેવલપમેન્ટ પોલિસી (પુન:વિકાસ નીતિ) હેઠળ જૂના અને જર્જરિત મકાનોના સ્થાને નવા આધુનિક મકાનો બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.ચંદ્રનગરના કુલ ૨૭ જેટલા ધારકો/કબજેદારો દ્વારા મકાન ખાલી કરવામાં ન આવતા, આજે તંત્રએ કાયદેસરની કાર્યવાહી કરી આ મકાનોનો કબજાે મેળવ્યો હતો અને તેને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરી હતી. અગાઉ મોટાભાગના રહીશોએ પ્રોજેક્ટની તરફેણમાં રહીને પોતાના મકાનો જાતે જ ખાલી કરી દીધા હતા, પરંતુ બાકી રહેલા મકાનોમાં આજે મનપાના કાફલાએ ડિમોલિશન કર્યું હતું.
આ સ્કીમ હેઠળ હવે જૂના આવાસોની જગ્યાએ તમામ સુવિધાયુક્ત નવા મકાનો બનાવવામાં આવશે, જેનો લાભ મૂળ લાભાર્થીઓને જ મળશે. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને એસ્ટેટ વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે તૈનાત રહ્યો હતો. આ કામગીરી પૂર્ણ થતા હવે નવા બિલ્ડિંગના નિર્માણ માટેનો માર્ગ મોકળો બન્યો છે.




