
ICT કોર્ટે આપ્યો સૌથી મોટો અને ઐતિહાસિક ચુકાદોબાંગ્લાદેશની પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ફાંસીની સજાઆંતરરાષ્ટ્રીય ક્રાઈમ ટ્રિબ્યુનલે બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને માનવતા વિરુદ્ધના ગુનાઓમાં દોષિત ઠેરવ્યા : ટ્રિબ્યુનલે ફાંસીની સજા સંભળાવીબાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના સાથે જાેડાયેલા કેસમાં આંતરરાષ્ટ્રીય ગુનાહિત ટ્રિબ્યુનલ (ICT)એ આજે સોમવારે પોતાનો ચુકાદો આપ્યો છે.
ICT કોર્ટે શેખ હસીનાને ફાંસીની સજા ફટકારી છે. હસીના વિરુદ્ધ પાછલા વર્ષે વિદ્યાર્થી આંદોલન પર કરવામાં આવેલી કાર્યવાહીને લઈને કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ આરોપ હવે તેમની વિરુદ્ધ ગંભીર કેસનો આધાર બન્યા છે. તેવામાં સવાલ તે પણ છે કે હવે બાંગ્લાદેશમાં કોર્ટે શેખ હસીના વિરુદ્ધ ચુકાદો આપી દીધો પરંતુ શું ભારત તેમને પરત બાંગ્લાદેશ મોકલી શકે છે કે નહીં. આખરે તેને લઈને શું નિયમ છે.
બાંગ્લાદેશ ટ્રિબ્યુનલના એક ન્યાયાધીશે જણાવ્યું હતું કે જુલાઈ અને ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન પરિસ્થિતિ નોંધપાત્ર રીતે વણસી હતી. આ હિંસક અથડામણોમાં આશરે ૧,૪૦૦ લોકો માર્યા ગયા હતા અને ૨,૪૦૦ થી વધુ ઘાયલ થયા હતા. ન્યાયાધીશના જણાવ્યા મુજબ, તત્કાલીન શેખ હસીના સરકારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ભારે હથિયારોનો ઉપયોગ કર્યો હતો.
વિરોધીઓને રોકવા માટે હેલિકોપ્ટર ફાયરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે દેશના ઘણા ભાગોમાં વ્યાપક વિનાશ થયો હતો અને પરિસ્થિતિ વધુ વણસી હતી. આ પછી, શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારતમાં આશ્રય માંગ્યો હતો.
સૌથી પહેલા તે જરૂરી છે કે કોઈપણ દેશના ભાગેડું કે આરોપી સીધા મોકલી શકાય નહીં. તે માટે પ્રત્યર્પણ સંધિ, કાયદાકીય પ્રક્રિયા, સુરક્ષા મૂલ્યાંકન અને માનવાધિકારની શરતો લાગૂ થાય છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રત્યર્પણ સમજુતી જરૂર છે, પરંતુ આ ત્યારે લાગૂ થાય છે, જ્યારે મામલો સંપૂર્ણ રીતે ગુનાહિત હોય અને રાજકીય રંગે ન રંગાયેલો હોય.
આંતરરાષ્ટ્રીય કાયદાનો સૌથી મોટો સિદ્ધાંત છે કે રાજકીય બદલાની ભાવના સાથે જાેડાયેલા મામલામાં કોઈપણ વ્યક્તિને પરત મોકલવામાં આવતી નથી.
જાે બાંગ્લાદેશ કોર્ટનો ર્નિણય રાજકીય બદલો લેવાનો હોય અથવા સત્તા પરિવર્તનનો હોય તેવું લાગે, તો ભારત કાયદેસર રીતે પ્રત્યાર્પણનો ઇનકાર કરી શકે છે. આનો આધાર એ છે કે ભારત મૂલ્યાંકન કરશે કે શેખ હસીનાને ન્યાયી ટ્રાયલ મળશે કે નહીં અને તેમના જીવને જાેખમ છે કે નહીં. જાે કોઈ ખતરો સ્થાપિત થાય છે, તો ભારતીય કોર્ટ પ્રત્યાર્પણને અવરોધિત કરી શકે છે.
આ સિવાય શેખ હસીના ઈચ્છે તો ભારતમાં રાજકીય શરણનો દાવો કરી શકે છે. જાે ભારત સરકાર શરણ મંજૂર કરે છે, તો આવી સ્થિતિમાં કોઈપણને પરત મોકલવા આંતરરાષ્ટ્રીય શરણાલય નિયમોની વિરુદ્ધ હશે. ભારતે પહેલા પણ દલાઈ લામા, તમામ અફઘાન નેતાઓ, શ્રીલંકા અને પાકિસ્તાનના અનેક રાજનીતિક ચહેરાને શરણ આપી હતી.
અને છેલ્લે સૌથી મહત્વની વાત, ર્નિણય ભારતની અદાલતો કરશે, બાંગ્લાદેશની નહીં. બાંગ્લાદેશ ગમે એટલા દસ્તાવેજ મોકલે, તેણે ભારતીય ન્યાયાલયની તપાસમાંથી પસાર થવું પડશે. ઘણીવાર આવી પ્રક્રિયા પૂર્ણ થવામાં વર્ષો નીકળી જાય છે. કુલ મળી બાંગ્લાદેશની કોર્ટનો ર્નિણય સીધો ભારતને કોઈ કાર્યવાહી કરવા માટે બાધ્ય કરતો નથી. ર્નિણય કાયદાકીય, રાજકીય અને સુરક્ષાના પાસાઓને જાેઈને લેવામાં આવશે.




