
ISROનું મિશન ફેલ.ત્રીજા સ્ટેજમાં રસ્તો ભટકી ગયો અન્વેષા સેટેલાઈટ.ત્રીજા સ્ટેજ બાદ રોકેટે દિશા બદલી નાખતાં ચોથું સ્ટેજ શરૂ જ ન થઈ શક્યું, જેના કારણે સેટેલાઇટ સેપરેટ ન થયું.આજે ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ને સોમવારનો દિવસ ભારતના અંતરિક્ષ કાર્યક્રમ માટે એક ખૂબ જ મહત્વનો દિવસ હતો. ઈસરો (ISRO)એ શ્રીહરિકોટાથી PSLV-C62 રોકેટ છોડ્યું – આ હતું ૨૦૨૬નું પહેલું અંતરિક્ષ મિશન! રોકેટે સવારે ૧૦:૧૮ વાગ્યે આકાશમાં ઉડાન ભરી હતી. શરૂઆતના ત્રણ સ્ટેજ બિલકુલ સરસ ચાલ્યા. દરેક વ્યક્તિના ચહેરા પર ખુશી હતી, તાળીઓનો અવાજ ગુંજી રહ્યો હતો. આ મિશનમાં સૌથી મોટો સેટેલાઈટ હતો અન્વેષા (EOS-N1) – જે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા બનાવેલો અત્યંત અદ્યતન હાઈપરસ્પેક્ટ્રલ સેટેલાઈટ હતો. આ સેટેલાઈટની ખાસિયત વિશે વાત કરીએ તો પૃથ્વી પરની નાનીમાં નાની વસ્તુઓ પણ સ્પષ્ટ જાેઈ શકે તેવી તેની ક્ષમતા હતી.
આ ઉપરાંત રોકેટમાં અન્વેષા (EOS-N1) ની સાથે-સાથે ૧૫ અન્ય નાના-મોટા સેટેલાઈટ પણ હતા. ત્રીજા સ્ટેજ સુધી બધું જ બરાબર ચાલી રહ્યું હતું, પણ અચાનક ત્રીજા સ્ટેજ (PS3)ના અંતે કંઈક ગડબડ થઈ. રોકેટનો રસ્તો બદલાઈ ગયો, દિશા ખોરવાઈ ગઈ અને મિશન કંટ્રોલ રૂમમાં ચુપ્પી છવાઈ ગઈ. દુ:ખની વાત એ છે કે સેટેલાઈટને યોગ્ય ઓર્બિટમાં મૂકી શકાયા નહીં. અન્વેષા અને બાકીના બધા સેટેલાઈટને નુકસાન થયું. એટલે કે અન્વેષા સેટેલાઇટનું લોન્ચિંગ ફેલ થઈ ગયું છે.
અન્વેષા સેટેલાઇટનું લોન્ચિંગ ફેલ થયા બાદ ઈસરોના ચીફનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, “ત્રીજા સ્ટેજ સુધી બધું નોર્મલ ચાલ્યું હતું, પરંતુ અચાનક દિશામાં બદલાઈ ગઈ. અમે હાલ બધા ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી રહ્યા છીએ. જે પણ અપડેટ આવશે તે આપને જણાવીશું.”




