
અદાલતી નોટીસ મળી જ નથી, અન્યાય થતો હોવાની દલીલ સલમાન કાનૂની વિવાદમાં : વોરંટના આદેશ સામે રાષ્ટ્રીય પંચમાં અપીલ
૧૫ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ જિલ્લા આયોગે સલમાન ખાન વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું ‘રાજશ્રી ઈલાયચી’ જાહેરાત વિવાદમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. મંગળવારે સલમાન ખાને નેશનલ ન્કઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન ના દ્વાર ખખડાવ્યા છે. સલમાનનો આરોપ છે કે જયપુર ગ્રાહક આયોગે આ મામલે તેમની સાથે યોગ્ય વ્યવહાર કર્યાે નથી અને એકતરફી કાર્યવાહી કરી છે.આ મામલો જાન્યુઆરી ૨૦૨૬ નો છે. એડવોકેટ યોગેન્દ્ર બડિયાલે જયપુર જિલ્લા ગ્રાહક આયોગમાં ફરિયાદ નોંધાવી હતી કે રાજશ્રી ઈલાયચીના નામે પાન મસાલાનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે.
આ ફરિયાદ બાદ, ૬ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ જિલ્લા આયોગે એકતરફી આદેશ આપતા બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાન અને અન્ય પ્રતિવાદીઓને આવી જાહેરાતો પ્રસારિત ન કરવા સૂચના આપી હતી.ફરિયાદીનો આક્ષેપ હતો કે આદેશ હોવા છતાં સલમાન ખાનનું હોર્ડિંગ હજુ પણ લાગેલું છે. આ અવમાનનાના આરોપમાં ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ જિલ્લા આયોગે સલમાન ખાન વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. એટલું જ નહીં, અદાલતે સલમાન ખાનની હાજરી સુનિશ્ચિત કરવા માટે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ રચવાનો પણ ર્નિદેશ આપ્યો હતો.સલમાન ખાનના વરિષ્ઠ વકીલ રવિ પ્રકાશે દલીલ કરી હતી કે, અમને અદાલતના આદેશની કોઈ જાણકારી આપવામાં આવી નહોતી કે કોઈ નોટિસ પણ મળી નહોતી.જ્યારે આદેશની સત્તાવાર નકલ જ મળી નથી, ત્યારે તેના ઉલ્લંઘનનો આરોપ કેવી રીતે લગાવી શકાય? આદેશની નકલ સલમાન ખાન સુધી પહોંચે તે પહેલાં જ તે મીડિયા રિપોર્ટ્સમાં સામે આવી ગઈ હતી.અગાઉ સલમાન ખાને આ ર્નિણયને રાજસ્થાન સ્ટેટ ન્કઝ્યુમર કમિશનમાં પડકાર્યાે હતો, પરંતુ ૧૬ માર્ચ ૨૦૨૬ ના રોજ રાજ્ય આયોગે તેમની અપીલ ફગાવી દઈને જિલ્લા અદાલતના આદેશને માન્ય રાખ્યો હતો. હવે સલમાન ખાને નેશનલ કમિશનમાં રજૂઆત કરી છે કે તેમની સામે લેવામાં આવેલા દંડાત્મક પગલાં અયોગ્ય છે અને તેમની સાથે ન્યાય કરવામાં આવે.




