
ડાયરેકટર પર લગાવ્યા ગંભીર આરોપ મોનાલિસાએ રડતાં રડતાં ડાયરેક્ટરની ખોલી પોલ.ભિનેત્રી મોનાલિસાએ સનોજ મિશ્રા પર સેટ પર જાતીય સતામણી અને ગેરવર્તણૂકના સનસનીખેજ આરોપો લગાવ્યા.પ્રયાગરાજ મહાકુંભની વાયરલ ગર્લ તરીકે જાણીતી મોનાલિસા હાલમાં જ લગ્નને કારણે ચર્ચામાં હતી, પરંતુ હવે તેના આ ખુલાસાએ બોલિવૂડ અને રિજનલ સિનેમામાં ખળભળાટ મચાવી દીધો છે. વાયરલ વીડિયોમાં મોનાલિસા અત્યંત ભાવુક અને દુ:ખી દેખાઈ રહી છે. તેણે જણાવ્યું કે સેટ પર તેની સાથે શારીરિક અબ્યુઝ અને માનસિક ટોર્ચર કરવામાં આવ્યું હતું. મોનાલિસાએ વીડિયોમાં કહ્યું સનોજ મિશ્રા સારા માણસ નથી. મેં મારા પરિવારને જણાવ્યું હતું કે તેમણે મને સેટ પર ૧૦ વાર ખોટી રીતે સ્પર્શ કર્યો, પરંતુ શરૂઆતમાં મને ત્યાંથી પણ કોઈ સપોર્ટ મળ્યો નહીં. શું એક સ્ત્રીને તેની પહેલી ફિલ્મ બનાવવા માટે પોતાની આબરૂની કિંમત ચૂકવવી પડે?”
વાયરલ વીડિયોમાં મોનાલિસાનો ગુસ્સો અને લાચારી સ્પષ્ટ દેખાય છે. પરિવારની પ્રતિક્રિયા પર અફસોસ વ્યક્ત કરતા તેણે કહ્યું કે, “મારા પરિવારે કહ્યું કે આ તારી પહેલી ફિલ્મ છે, તેને શાંતિથી પૂરી કર. પણ મારો સવાલ એ છે કે, શું તમે પહેલી ફિલ્મ માટે મારો રેપ કરાવશો? મારી સાથે જે ખોટું થયું છે તેની સામે મને ન્યાય જાેઈએ.” કેરળમાં મીડિયા સાથે વાત કરતા મોનાલિસાએ એક ભયાનક નિવેદન પણ આપ્યું હતું.
મોનાલિસાએ કહ્યું કે, “મારી અને ફરમાન પાસે હવે માત્ર એક જ રસ્તો બચ્યો છે, અને તે છે આત્મહત્યા. જાે દિલ્હી કે મધ્યપ્રદેશની સરકાર અમારી મદદ નહીં કરે તો અમે જીવન ટૂંકાવી લઈશું. અમને ખુલ્લેઆમ મારી નાખવાની ધમકીઓ મળી રહી છે અને અમારા પોસ્ટરો બાળવામાં આવી રહ્યા છે.” તેણે સનોજ મિશ્રા પર વધુ પ્રહાર કરતા કહ્યું કે સનોજ નાની છોકરીઓને ફિલ્મની લાલચ આપીને તેમની છેડતી કરે છે. તે રોલ આપવાના બહાને ખોટા કામો કરે છે. તેમનું નામ લેતા પણ મને શરમ અને ગંદકીનો અનુભવ થાય છે. તેણે આગળ કહ્યું, “મને ખબર છે કે મારી સાથે શું થયું. મારી સાથે અન્યાય થયો હતો, અને હવે હું ફક્ત ન્યાય ઇચ્છું છું.” મોનાલિસાના આરોપોએ બોલિવુડ ઉદ્યોગમાં “મી ટૂ” ચળવળ જેવા આંદોલનોની યાદો તાજી કરી દીધી છે, જ્યાં નવા કલાકારોને કામના બદલામાં શારીરિક શોષણનો સામનો કરવો પડે છે.
દિગ્દર્શક સનોજ મિશ્રા જે ઘણીવાર પોતાની ફિલ્મો માટે અહેવાલોમાં રહે છે, તેઓ ફરી એકવાર આરોપોનો સામનો કરી રહ્યા છે. તેઓ અત્યાર સુધી મોનાલિસાના આરોપો પર મૌન રહ્યા છે. તેમણે હજુ સુધી આ આરોપો પર કોઈ સત્તાવાર નિવેદન કે સ્પષ્ટતા કરી નથી. હવે, સોશિયલ મીડિયા પર ચાહકો મોનાલિસાના સમર્થનમાં બહાર આવ્યા છે.




