
(નીડર, નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા) સુરત
સુરતમાં ફેમિલી કોર્ટની બે વધારાની કોર્ટ સુરત ખાતે મંજૂર કરવામાં આવેલ છે.સુરતમાં ફેમિલી કોર્ટના કેસોના વધુ પડતા ભારણ ના કારણે બે કોર્ટ વધારી તે આવકારવા દાયક પરંતુ ફેમિલી કોર્ટ ની આ બે કોર્ટ લેબર કોર્ટ ના બિલ્ડિંગ માં શિફટ કરી લેબર કોર્ટની કાર્યવાહી સામે સમસ્યા ઊભી કરવા સામે લેબર પ્રેક્ટિશનર એસોસિએશન ના પ્રમુખ એન .જે .પટેલ અને એસોસિયન ના તમામ સભ્યોએ સખત વાંધો લીધો છે.
લેબર કોર્ટનું બિલ્ડીંગ લેબર ના પ્રશ્નો અને સમસ્યા ધ્યાનમાં રાખી બનાવવામાં આવેલ છે.લેબર ના પ્રશ્નો જુદા હોય છે.ફેમિલી કોર્ટમાં આવતાં પક્ષકારો ઘણીવાર માનસિક રીતે ભાંગી પડેલ હોય છે .લેબર કોર્ટ શહેરી વિસ્તાર થી ઘણી દૂર છે જેથી ફેમિલી કોર્ટમાં આવતાં પક્ષકારોને આર્થિક રીતે પોષાય તેમ નથી. લેબર કોર્ટમાં આવતાં સભ્યોને પાર્કિંગ માટે પૂરતી જગ્યા નથી અને લેબર કોર્ટમાં પ્રેક્ટિસ કરતાં સભ્યોએ પાર્કિંગ માટે બહાર જવું પડેછે .જો ફેમિલી કોર્ટ આવે તો પાર્કિંગ નો મોટો પ્રશ્ન ઊભો થાય. ફેમિલી કોર્ટ માટે ઘોડિયાઘર અને સમાધાન માટે સમાધાન સેન્ટર બનાવવું પડે તે માટે લેબર કોર્ટ બિલ્ડીંગ માં જગ્યા નથી. હાલની લેબર કોર્ટ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ની માર્ગદર્શન હેઠળ બાંધવામાં આવેલ છે. લેબર કોર્ટમાં પહેલા પાંચ કોર્ટ હતી અને હાલ લેબર કોર્ટમાં કામનું ભારણ છે લેબર ની સંખ્યા વધારવા ની જરૂર છે.ત્યારે તેમાં ઘટાડવાની વાત કોઈ પણ રીતે સાંખી લેવાય તેમ નથી.જેથી લેબર પ્રેક્ટિશનર એસોસિએશને તારીખ ૧૩/૦૮/૨૦૨૬ નારોજ થી કોર્ટ કામગીરી થી અળગા રહેવાનો નિર્ણય લેવામાં આવેલ છે.અને જ્યાં સુધી ફેમિલી કોર્ટ લેબર કોર્ટ બિલ્ડીંગ માં લાવવા અંગે સતાવાર રીતે જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી લેબર કોર્ટ કાર્યવાહી માં ભાગ લેવામાં આવશે નહીં એમ એસોસિએશન દ્વારા જણાવવામાં આવેલ છે.




