
સ્ક્રિપ્ટ પર ઊઠ્યા ગંભીર સવાલ? ફિલ્મ ટોક્સિકના એક સીનને લઈ રુકમણી વસંત પર ભડક્યા ફેન્સ વીડિયોમાં તે ઊંઘમાંથી ઊભી થઈ રહી છે અને પોતાના શરીર પર માત્ર એક બ્લેંકટ જ ઓઢેલું છે. એ ખૂબ ગભરાઈ ગયેલી છે સાઉથના સુપરસ્ટાર યશની મચઅવેઈટેડ ફિલ્મ ‘ટોક્સિક’ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં યશની એન્ટ્રીના જાેરશોરથી વખાણ થઈ રહ્યા છે. કેટલાક બોલ્ડ સીનમાં કિયારાને પણ ચર્ચા થઈ રહી છે. રૂકમણી વસંતે ‘મેલિસા’નો રોલ પ્લે કર્યાે છે. આ રોલને સૌથી મહત્ત્વનો રોલ માનવામાં આવે છે. હવે ફિલ્મ રિલીઝ થવાની સાથે જ રૂક્મણી પોતાના પાત્રને લઈ નહીં પણ પોતાના એક વિવાદિત સીનને લઈને ચર્ચામાં છે.હકીકત એવી પણ છે કે, આનાથી વધારે હોટ સીન કિયારાએ આપ્યા છે.ટ્રોલર્સ ટાર્ગેટ મેલિસા પર કરી રહ્યા છે. ફિલ્મમાં રૂક્મણી વસંતનો એક ખાસ સીન છે જે ઈન્ટરનેટ પર સૌથી વધારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ઊંઘમાંથી ઊભી થઈ રહી છે અને પોતાના શરીર પર માત્ર એક બ્લેંકટ જ ઓઢેલું છે. એ ખૂબ ગભરાઈ ગયેલી છે. પદડા પર આ પ્રકારના બોલ્ડ અને અસહજ સીન જાેઈને ફેન્સ ચોંકી ગયા હતા. ફિલ્મ ખાસ કોઈ વકરો કરે અને ચર્ચામાં આવે એ પહેલા આ સીન ચર્ચાનું કેન્દ્ર બની ગયો હતો. એક્ટ્રેસને પણ ટીકાનો ભોગ બનવું પડ્યું હતું.સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા જાેવા મળી હતી. રૂક્મણીના ફેન્સ કહે છે કે, આ સીનથી તેઓ ખૂબ નિરાશ થયા છે. રૂક્મણીને આ પ્રકારના રોલમાં અને આવું પ્લે કરવાની કલ્પના ક્યારેય કરી ન હતી. યુઝર એક્ટ્રેસને કોમેન્ટમાં સવાલ કરી રહ્યા છે કે, આ પ્રકારની સ્ક્રિપ્ટની પસંદગી જ શા માટે કરી? કેટલાક લોકો આને ક્રિએટિવ અને વાર્તાનો ભાગ ગણાવી રહ્યા છે. આ સીનથી માત્ર એક્ટ્રેસ રૂક્મણી જ નહીં પણ મેકર્સની વિચારધારા ઉપર પણ સવાલ ઊઠી રહ્યા છે. ઘણા સિનેમાપ્રેમી એવું પણ કહે છે કે, આ સીન ન હોત તો પણ સ્ટોરી ચાલી જાય એમ હતી. આવા સીનથી એક્ટ્રેસના પાત્રને ખાસ કોઈ પ્રકારની મજબૂતી મળતી નથી. સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ અને વાયરલ થવા પર મેકર્સ તરફથી ખાસ કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. સોશિયલ મીડિયા પર આ પોસ્ટને લઈને ચર્ચા થઈ રહી છે.બીજી એકવાત એવી પણ છે કે, કિયારાએ આપેલા બોલ્ડ સીનને લઈને ચર્ચા શરૂ થઈ છે. કિયારાએ આ પ્રકારના સીન અત્યાર સુધીમાં પહેલીવાર આપ્યા હોય એવું લાગી રહ્યું છે, જાેકે લસ્ટસ્ટોરી જેવી સિરીઝમાં પણ તેના કેટલાક એવા સીન રહ્યા હતા. આ ફિલ્મ હવે કેટલો વકરો કરી જાય છે એના પર સૌની નજર છે.




