
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 28 માર્ચથી 3 એપ્રિલના સપ્તાહ દરમિયાન, વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.9,92,149.72 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.1,78,048.89 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.8,14,080.39 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 20974 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.138434.04 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.89712ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.91423ના ઓલ ટાઈમ હાઇને સ્પર્શી, નીચામાં રૂ.88727 બોલાઇ, રૂ.89305ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.752ના ઉછાળા સાથે રૂ.90057 થયો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.677 ઊછળી રૂ.72381 થયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો સપ્તાહના અંતે 1 ગ્રામદીઠ રૂ.73 વધી રૂ.9097 થયો હતો. સોનું-મિની મે વાયદો સપ્તાહના અંતે 10 ગ્રામદીઠ રૂ.947ની વૃદ્ધિ સાથે રૂ.89763 થયો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.90504ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.92494 અને નીચામાં રૂ.88932ના મથાળે અથડાઈ, રૂ.90926ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.861ની તેજી સાથે રૂ.90065ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.101689ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.102040 અને નીચામાં રૂ.93875ના સ્તરને સ્પર્શી, રૂ.101313ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.6914ના ભાવઘટાડા સાથે રૂ.94399ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ.6708 ઘટી રૂ.94463ના ભાવે બંધ થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ.6678 ઘટી રૂ.94483ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.10641.13 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ.35.35 ઘટી રૂ.866.25ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ.14.6 ઘટી રૂ.258.1ના ભાવે બંધ થયો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ.12.75 ઘટી રૂ.238.45 થયો હતો. સીસું એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ.3.8 ઘટી રૂ.178.25ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.28960.06 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.6004ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6182 અને નીચામાં રૂ.5645ના સ્તરને સ્પર્શી, રૂ.5995ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.260 ઘટી રૂ.5735ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ.255 ઘટી રૂ.5740 થયો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો સપ્તાહના અંતે એમએમબીટીયુદીઠ રૂ.15.9 વધી રૂ.353.8 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ.16 વધી રૂ.353.7 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.925.9ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.2.1 ઘટી રૂ.925.2 થયો હતો. કોટન ખાંડી મે વાયદો સપ્તાહના અંતે ખાંડીદીઠ રૂ.1080 વધી રૂ.54980 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.86755.09 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.51678.95 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.6322.32 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.1439.22 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.381.84 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.2497.75 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.7431.79 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.21528.27 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.9.44 કરોડનાં અને કોટન-ખાંડીના વાયદામાં રૂ.4.22 કરોડનાં કામ થયાં હતાં.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 21200 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 21493 પોઇન્ટના સ્તર અને નીચામાં 20707 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 176 પોઇન્ટ ઘટી 20974 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.
