
દિલ્હીથી મેક્રોનો દુનિયાને મેસેજ ભારત અને ફ્રાન્સે અમેરિકા કે ચીન પર ર્નિભર ન રહેવું જાેઈએ ભારત, ફ્રાન્સ અને સમગ્ર યુરોપે AI મોડેલ્સ માટે અમેરિકા કે ચીન પર ર્નિભર રહેવાને બદલે પોતાની ‘વ્યૂહાત્મક સ્વાયત્તતા‘ વિકસાવવી જાેઈએ‘
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની વૈશ્વિક સ્પર્ધામાં ભારત અને ફ્રાન્સ હવે કોઈ પણ એક દેશના પ્રભુત્વ સામે ઝૂકવા તૈયાર નથી. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને નવી દિલ્હીથી દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ‘ભારત, ફ્રાન્સ અને સમગ્ર યુરોપે AI મોડેલ્સ માટે અમેરિકા કે ચીન પર ર્નિભર રહેવાને બદલે પોતાની ‘વ્યૂહાત્મક સ્વાયત્તતા‘ વિકસાવવી જાેઈએ.‘
ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘ટેકનોલોજીના આ યુગમાં કોઈ એક દેશ કે કંપની પર આંધળો વિશ્વાસ કરવો જાેખમી બની શકે છે. આપણા પોતાના ડેટા સેન્ટર્સ અને મજબૂત કમ્પ્યુટિંગ ક્ષમતા હોવી અનિવાર્ય છે. વિદેશી ર્નિભરતા ઘટાડવા માટે આપણે આપણા પોતાના દેશોમાં પ્રતિભાઓને તાલીમ આપી તૈયાર કરવી પડશે.‘ આ ઉપરાંત તેમણે AI રેસમાં ટકી રહેવા માટે મોટા પાયે મૂડી રોકાણની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો.AI અંગે ઈમેન્યુઅલ મેક્રોને ખુલ્લેઆમ સ્વીકાર્યું કે હાલના તબક્કે ભારત અને ફ્રાન્સ AI ના ક્ષેત્રમાં અમેરિકા અને ચીન કરતા પાછળ છે. જાેકે, તેમણે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે, ‘હું ખરેખર માનું છું કે આપણી પાસે ઘણી સંપત્તિ છે. ભલે આપણે અત્યારે પાછળ હોઈએ, પણ આપણે રેસમાં મજબૂતીથી ઊભા છીએ અને આપણે સાથે મળીને એક એવું માળખું બનાવવાનું છે જે સાર્વભૌમત્વને પ્રાથમિકતા આપે.‘
વૈશ્વિક સ્તરે અત્યારે ગૂગલ, માઇક્રોસોફ્ટ (અમેરિકા) અને અલીબાબા કે બાયડુ (ચીન) જેવી કંપનીઓનું AI પર પ્રભુત્વ છે. મેક્રોનનું આ નિવેદન ભારત અને ફ્રાન્સ વચ્ચેના વધતા જતા ટેકનોલોજીકલ સંબંધો અને ભવિષ્યમાં ‘મેક ઇન ઇન્ડિયા‘ અને ‘મેક ઇન ફ્રાન્સ‘ ના સંયુક્ત ડિજિટલ વિઝનને વેગ આપે તેવું છે.




