![Zero Error Agency](https://www.navsarjansanskruti.com/wp-content/uploads/2024/06/Zero-Error-Agency-Prafull-ADVT-1600-×-408-px.gif)
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 31 જાન્યુઆરી થી 6 ફેબ્રુઆરી સુધીના સપ્તાહ દરમિયાન 1,19,71,877 સોદાઓમાં કુલ રૂ.12,62,954.85 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,50,100.89 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 11,12,824.40 કરોડનો હતો.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,47,493 સોદાઓમાં રૂ.1,03,669.13 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.82,199ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.84,894 અને નીચામાં રૂ.81,639ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,400ના ઉછાળા સાથે રૂ.84,444ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.2,032 ઊછળી રૂ.67,570 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.264 વધી રૂ.8,339ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.2,482ના ઉછાળા સાથે રૂ.83,856ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.93,800ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.96,485 અને નીચામાં રૂ.91,725ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,142ના ઉછાળા સાથે રૂ.95,588ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2,068 ઊછળી રૂ.95,372 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2,067 ઊછળી રૂ.95,362 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 89,126 સોદાઓમાં રૂ.11,371.45 કરોડના વેપાર થયા હતા. તાંબુ ફેબ્રુઆરી વાયદો રૂ.831.30ના ભાવે ખૂલી, રૂ.22.15 વધી રૂ.854.65 જ્યારે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.3.85 વધી રૂ.255.95 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1 વધી રૂ.181ના ભાવ થયા હતા. જસત ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2.10 વધી રૂ.269ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.3.75 વધી રૂ.256 સીસુ-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.05 વધી રૂ.181.10 જસત-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.1.75 વધી રૂ.269.30 બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 8,23,548 સોદાઓમાં રૂ.35,049.52 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,365ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,520 અને નીચામાં રૂ.6,176ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.109 ઘટી રૂ.6,210 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.109 ઘટી રૂ.6,213 બંધ થયો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.269ના ભાવે ખૂલી, રૂ.26.70 વધી રૂ.295.80 અને નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો 26.8 વધી 295.9 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.10.79 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.53,760ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.53,850 અને નીચામાં રૂ.52,840ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.90ના સુધારા સાથે રૂ.53,700ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.70 ઘટી રૂ.915.80 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.57,058.30 કરોડનાં 68,509.423 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.46,610.83 કરોડનાં 4,911.296 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.10,217.21 કરોડનાં 1,61,78,080 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.24,832.31 કરોડનાં 87,60,61,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,431.67 કરોડનાં 56,500 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.397.05 કરોડનાં 22,037 ટન, તાંબાના વાયદાઓમાં રૂ.6,257.11 કરોડનાં 74,495 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.3,285.62 કરોડનાં 1,23,581 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.3.73 કરોડનાં 2,784 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.7.06 કરોડનાં 76.680 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 22,205.133 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,218.234 ટન, તાંબાના વાયદાઓમાં 19,370 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 26,635 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 4,615 ટન તથા જસત અને જસત-મિનીમાં 21,186 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 1,084,060 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 2,87,44,500 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 12,528 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 133.920 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.29.56 કરોડનાં 296 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 175 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 19,752 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 20,350 અને નીચામાં 19,650 બોલાઈ, 700 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 496 પોઈન્ટ વધી 20,164 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.11,12,824.40 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,47,394.55 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 35,629.08 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 8,19,177.72 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 97,653.04 કરોડનાં કામકાજ થયાં હતાં.
![Zero Error Ad](https://www.navsarjansanskruti.com/wp-content/uploads/2024/06/Zero-Error-Agency-Prafull-ADVT-1600-×-408-px.gif)