
અસ્સી બાદ એક્શન ફિલ્મ હાથ ધરશે ટાઇગર શ્રોફની નવી ફિલ્મનું દિગ્દર્શન અનુભવ સિંહા કરશે ફિલ્મ મોટા બજેટની એક્શન ફિલ્મ હોઇ એક્શન માટે ખાસ સેટ બનાવવાની પણ યોજના છે બોલિવુડના બે અલગ જ પ્રકારના એક્શન હીરોને લઇ અનુભવસિંહા એક મનોરંજક એક્શન ફિલ્મનું ર્નિદેશન કરવા તૈયાર થઇ ગયા છે. ‘અસ્સી ‘જેવી સામાજિક ફિલ્મ બનાવનારા અનુભવસિંહાની આ ફિલ્મનંશ નિર્માણ ટી-સિરિઝના ભૂષણ કુમાર કરી રહ્યા છે.આ વર્ષના અંત સુધીમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ જવાની શક્યતા છે. બંને એક્શન હીરોએ આ ફિલ્મ કરવા માટે તૈયાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ટાઈગર શ્રોફની પાછલી તમામ ફિલ્મો નિષ્ફળ ગઈ છે. બીજી તરફ વિદ્યુત જામવાલ પણ સેલેબલ સ્ટાર ગણાતો નથી. આથી આ બંને કલાકારોને કાસ્ટ કરીને ભૂષણ કુમારે મોટું જાેખમ ઉઠાવ્યું છે. જાેકે, અનુભવ સિંહા આ બંનેની કેરિયરને નવો વળાંક આપી શકશે કે કેમ તેના પર નજર છે.હાલ ફિલ્મ પ્રિ-પ્રોડકશન તબક્કે છે. ફિલ્મની પટકથા અને એક્શન સ્ટાઇલ પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મ મોટા બજેટની એક્શન ફિલ્મ હોઇ એક્શન માટે ખાસ સેટ બનાવવાની પણ યોજના છે. ફિલ્મની બાકીની કાસ્ટ તથા અન્ય વિગતો બાદમાં જાહેર કરવામાં આવશે.




