
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ.દીપિકા પાદુકોણ બની દેશની પ્રથમ મેન્ટલ હેલ્થ એમ્બેસેડર.મને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય માટે પ્રથમ માનસિક સ્વાસ્થ્ય રાજદૂત બનવાનો ગર્વ છે : દીપિકા.જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણને આરોગ્ય મંત્રાલય દ્વારા દેશના પ્રથમ મેન્ટલ હેલ્થ એમ્બેસેડર એટલે કે માનસિક સ્વાસ્થ્ય રાજદૂત તરીકે પસંદ કરવામાં આવી છે. જેપી નડ્ડા સાથે દીપિકાનો એક ફોટો પણ શેર કરવામાં આવ્યો છે.કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા લેવામાં આવેલું આ પગલું દેશમાં માનસિક સ્વાસ્થ્ય માટે વધુ અનુકૂળ વાતાવરણ બનાવવા તરફનું છે.આ પ્રસંગે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, દીપિકા પાદુકોણ સાથેની આ ભાગીદારી ભારતમાં માનસિક સ્વાસ્થ્ય મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવા, આ વિષયો પર જાહેર ચર્ચાને પ્રોત્સાહન આપવા અને માનસિક સ્વાસ્થ્યને જાહેર સ્વાસ્થ્યના મહત્વપૂર્ણ ભાગ તરીકે પ્રકાશિત કરવામાં મદદ કરશે.દીપિકા પાદુકોણે કહ્યું, “મને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય માટે પ્રથમ માનસિક સ્વાસ્થ્ય રાજદૂત બનવાનો ગર્વ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારતે માનસિક સ્વાસ્થ્ય સંભાળને પ્રાથમિકતા આપી છે. હું આ કાર્યને આગળ વધારવા અને આપણા દેશમાં માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવા માટે મંત્રાલય સાથે કામ કરવા આતુર છું.નવી ભૂમિકામાં, દીપિકા પાદુકોણે મંત્રાલય સાથે કામ કરશે જેમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવા અને તેની આસપાસના કલંકને બદલવા, લોકોને મદદ લેવા અને નિવારક પગલાં અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા અને ટેલિ-માનસ (સ્ટેટ્સમાં ટેલિ-માનસિક સ્વાસ્થ્ય સહાય અને નેટવર્કિંગ) અને અન્ય સરકારી માનસિક સ્વાસ્થ્ય સેવાઓને પ્રોત્સાહન આપવામાં સહાયભૂત થશે.તેણી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે પણ કામ કરશે જેથી ખાતરી કરી શકાય કે દરેકને માનસિક સ્વાસ્થ્ય સહાય અને સંસાધનોની સરળ પહોંચ મળે. આ નિમણૂક દીપિકા પાદુકોણના ફાઉન્ડેશન, ધ લીવ લવ લાફ ફાઉન્ડેશન, એ તેની ૧૦ વર્ષની સફર પૂર્ણ કરી છે અને આ સમય દરમિયાન હજારો લોકોને મદદ કરી છે.છેલ્લા દસ વર્ષાેમાં, લિવ લવ લાફ એ તેના મુખ્ય ગ્રામીણ સમુદાય માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા આઠ રાજ્યોના ૧૫ જિલ્લાઓમાં ૨૧,૯૩૧ થી વધુ માનસિક બીમારી ધરાવતા લોકો અને તેમના સંભાળ રાખનારાઓને મદદ કરી છે. લિવ લવ લાફ એ દેશભરમાં નવા અને મહત્વપૂર્ણ જાગૃતિ અભિયાનો પણ શરૂ કર્યા છે, જેમ કે “દોબારા પૂચો” અને “ઈંનોટએશેમ્ડ”, તેમજ કિશોરવયના વિદ્યાર્થીઓ માટે “યુ આર નોટ અલોન” અને સામાન્ય પ્રેક્ટિશનરો માટે “ડોક્ટર્સ પ્રોગ્રામ“ ચલાવવામાં આવી રહ્યા છે.તાજેતરમાં, લિવ લવ લાફ એ કંપનીઓ માટે માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી કાર્યક્રમ પણ શરૂ કર્યાે છે.
