
આર માધવને ધુરંધરની ટીકા વિશે જવાબ આપ્યો.આપણે આ પહેલાં પણ જાેયું છે, ફિલ્મ બધા જ ઘોંઘાટને દબાવી દેશે.જે લોકો બેવડા પ્રતિસાદ આપે છે, તેઓ રીલેવન્ટ રહેતા નથી. અમે હજુ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ : આર માધવન.એક બાજુ ધુરંધર દરરોજ કમાણીના નવા રેકોર્ડ બનાવે છે, બીજી તરફ આ ફિલ્મના પ્રતિસાદ અંગે બે પક્ષ બની ગયા છે, એક તરફ ફિલ્મમાં બતાવેલી હિંસા અને ક્રુરતાની ટીકા થઈ રહી છે બીજી તરફ ફિલ્મનાં રાજકીય પાસા અંગે પણ ચર્ચા થઈ રહી છે, ત્યારે હવે માધવને આ અંગે પોતાના વિચારો જાહેર કરતાં કહ્યું કે તેને આ વાતથી બિલકુલ આશ્ચર્ય થતું નથી. પોતાની ભુતકાળની ફિલ્મોના અનુભવ અંગે માધવને કહ્યું તેણે આવું પહેલાં પણ જાેયું છે અને માને છે કે ફિલ્મની લાંબા ગાળાની સફળતા આ બધી જ ટીકાઓને ચુપ કરી દેશે. એક ઇન્ટરવ્યુમાં માધવને કહ્યું કે ફિલ્મ રિલીઝ થઈ એ પહેલાં જ તેણે ફિલ્મની ટીકા થશે એવો અંદાજ હતો. માધવને કહ્યું, “શરૂઆતથી જ, મને ખબર હતી કે લોકો પર આ ફિલ્મની અસર થવાની છે.
એવા લોકો હશે જે પહેલાં જ આ ફિલ્મને ખરાબ પ્રતિસાદ આપી દેશે.” માધવને કહ્યું કે તની ફિલ્મ રંગ દે બસંતી અને થ્રી ઇડિયટ્સ જેવી ફિલ્મને પણ લોકોએ અગાઉથી જ ખરાબ પ્રતિસાદ આપવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ પાછળથી આ બંને ફિલ્મ સફળ રહી હતી. માધવને કહ્યું કે મોટા ભાગે શરૂઆતનો નકારાત્મક પ્રતિસાદ ધીરે ધીરે દબાઈ જાય છે અને ધીરે ધીરે ફિલ્મની સફળતા જ લોકોને યાદ રહે છે. માધવને કહ્યું, “જે લોકો બેવડા પ્રતિસાદ આપે છે, તેઓ રીલેવન્ટ રહેતા નથી. અમે હજુ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ. હું આ બધું એમનેમ નથી બોલતો, તમે મુદ્દો નથી સમજતા. હવે આ બધું ભુલીને આગળ વધવાની જરૂર છે.” માધવને કહ્યું કે તેણે પોતે જાેયુ છે કે કેટલીક વખત લોકો ફિલ્મ દર્શકો સુધી પહોંચે એ પહેલાં જ લોકો એના વિશા લખવા માંડે છે, આ મુદ્દે તેણે રંગ દે બસંતે જે રીતે ગંભીર ટીકાઓ, ડિસ્ટ્રીબ્યુટર્સનો બહિષ્કાર અને રિલીઝ પહેલાં જ કઈ રીતે મીડિયાએ ફિલ્મની નિષ્ફળતાની આગાહી કરવા માંડેલી તે પણ યાદ કર્યું હતું. ધુરંધર સાથે પણ આવુ જ થયું છે, માધવને કહ્યું, “જ્યારે ધુરંધર સાથે પણ આવું થયું, તો મેં વિચાર્યું, મેં તો પહેલાં પણ આવું જાેયું છે.”માધવને યુટ્યુબ પર આ પ્રકારના ફિલ્મ રીવ્યુ આપતા લોકોને મુશ્કેલી ગણાવ્યા છે. જે રિલીઝ થયાંના થોડાં જ સમયમાં ફિલ્મના સંદર્ભ અને વાર્તાના ઇરાદાને સમજ્યા વિના ફિલ્મને વિશેષણો આપી દે છે. માધવને કહ્યું, “અભિનેતા તરીકે, અમારું સપનું હોય છે કે, બધાં કહે આ સાવ ભંગાર ફિલ્મ છે, કશું જ થશે નહીં અને પછી ફિલ્મ એવી જાેરદાર ચાલે છે. તમે હજુ આ વાર્તાનો અંત નથી જાેયો.” આમ માધવન કહે છે કે ફિલ્મનો પ્રતિભાવ તેની લાંબા ગાળાની અસરો પરથી નક્કિ થવો જાેઈએ, આ રીતે રિલીઝ થયા પહેલાં નહીં.




