
રાજકોટમાં પનીર, તેલ અને પાણીના નમૂના ફેલ થયાઆ સાથે ક્રિસ્ટલ બેવરેજીસના પાણીના સેમ્પલની તપાસ કરતા તેમાં વધુ પડતા બેક્ટેરિયા મળી આવ્યા છેરાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રીનું વેચાણ કે ઉત્પાદન કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં વિવિધ યુનિટ પરથી ખાદ્ય સામગ્રીના નમુના લેવામાં આવ્યા હતા. જેમાં પનીર, તેલ અને પાણીના નમૂના લઈને તેની તપાસ કરવામાં આવ્યા હતા. આ સેમ્પલ પરિક્ષણમાં નિષ્ફળ રહ્યા છે.
રાજકોટ મનપા દ્વારા લેવામાં આવેલા પનીર, તેલ, પાણીના નમૂના ફેલ થયા છે. જેમાં શ્યામ ડેરીમાંથી લેવામાં આવેલા નમૂનાની તપાસ કરતા બટરમાં ભેળસેળ કરવામાં આવી રહી હોવાનું ખુલ્યું છે. આ સાથે ક્રિસ્ટલ બેવરેજીસના પાણીના સેમ્પલની તપાસ કરતા તેમાં વધુ પડતા બેક્ટેરિયા મળી આવ્યા છે. આ ભેળસેળિયા તત્વો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દંડ અને કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ શહેરમાં ભેળસેળયુક્ત ખોરાક વેચતા અને તેનું ઉત્પાદન કરતા લોકો સામે મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પનીર , કપાસિયા તેલ અને પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. જેની તપાસ કરવામાં આવતા આ નમુના ફેલ રહ્યા હતા. જે કારણે હવે મનપા દ્વારા આ યુનિટ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જ્યારે અનમોલ બ્રાન્ડ કપાસિયા તેલના નમુનાની તપાસ કરવામાં આવતા આ તેલમાં અંદર કપાસિયા તેલ જ ન હોવાનું સામે આવ્યું છે. જ્યારે ક્રિસ્ટલ બેવરેજીસના બિલકિંગ વોટરમાં વધુ પડતા બેક્ટેરિયા જાેવા મળ્યા છે.
આ ઉપરાંત શ્યામ ડેરીના નમૂના પણ ફેલ થયા છે. તેમના બટરમાં પણ ભેળસેળ હોવાની વિગતો સામે આવી છે. હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભેળસેળિયા તત્વો સામે દંડ અને કોર્ટ કેસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




