
મોટાભાગના વોટર કૂલર બંધ હાલતમાઆંગણવાડીઓમાં મુકાયેલા વોટર કૂલરમાં કથિત કૌભાંડ૪૩૮ આંગણવાડીમાં કૂલર મુક્યાનું પેપર પર બતાવ્યુંવડોદરાની આંગણવાડીઓમાં વોટર કૂલરમાં કથિત કૌભાંડ આચરાયું હોવાનો આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે. શહેરના એક સામાજીક કાર્યકરે આરોપ લગાવ્યો છે કે શહેરની આંગણવાડીઓમાં મુકાયેલા મોટાભાગના વોટર કૂલર બંધ હાલતમાં છે. સામાજીક કાર્યકરે કહ્યું છે કે તેમણે કરેલી આરટીઆઇમાં કથિત કૂલરના કૌભાંડનો ખુલાસો થયો છે.
વડોદરા કોર્પોરેશન સંચાલિક આંગણવાડીઓમાં કથિત કૂલરના કૌભાંડનો ખુલાસો થયો છે. આરોપ મુજબ ૪૩૮ આંગણવાડીમાં કૂલર મુક્યાનું પેપર પર બતાવ્યું છે પણ ૩૩૮ કૂલરના જ બિલ બતાવવામાં આવ્યા છે.
આરટીઆઇ કાર્યકર કમલેશ પરમારે આરોપ લગાવ્યો હતો કે ૨૦૨૪ના વર્ષમાં વડોદરાની આંગણવાડીઓ માટે ૨ કરોડથી વધુના ખર્ચે કૂલર ખરીદવામાં આવ્યા હતા પણ તેમણે કરેલી ઇ્ૈંમાં કથિત કૂલરના કૌભાંડનો ખુલાસો થયો છે. ૪૩૮ આંગણવાડીમાં કુલર મુક્યાનું પેપર પર બતાવ્યું હતું પણ ૩૩૮ કુલરના જ બિલ બતાવવામાં આવ્યા છે. અને આંગણવાડીમાં મોટાભાગે વોટર કૂલર બંધ હાલતમાં છે.
તેમણે આરોપ લગાવ્યો હતો કે આંગણવાડીમાં છેલ્લા ૧ વર્ષથી કૂલર બંધ હાલતમાં જાેવા મળ્યા છે અને ૧ વોટર કૂલરનો ભાવ પણ સરેરાશ ૬૦ હજાર છે અને આ કૂલર બજારભાવ કરતા ઊંચા ભાવે ખરીદ્યા છે.ફાયર વિભાગમાં સાધનોની ખરીદીમાં કથિત કૌંભાડ મામલે ડે અધિકારી ડો.દેવેશ પટેલ હાલ સસ્પેન્ડ થયેલા છે તે ડો. દેવેશ પટેલના કાર્યકાળમાં આ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. આ મામલે તત્કાલિન અધિકારી ડો.દેવેશ પટેલ સામે તપાસની માગ કરાઇ છે.
આંગણવાડીમાં કામ કરતી બહેનોએ કહ્યું હતું કે આંગણવાડીમાં પાણીની ટાંકી જ નથી તો કૂલરમાં પાણી કેવી રીતે આવે અને પાણીની લાઇન પણ બંધ જ છે બાળકો ઘેરથી લાવે કાં તો બાજુમાંથી પાણી લાવવું પડે છે.
કમલેશ પરમારે કહ્યું હતું કે ડો.દેવેશ પટેલ તે સમયે આઇસીડીએસ હેડ હતા. ૨૦૨૪માં નવા કૂલરો ખરીદવાની મંજૂરી તેમણે આપી હતી. કૂલરો તો મુકી દીધા પણ અમારી જાત તપાસમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના કૂલરો બંધ હાલતમાં છે. કેટલીક આંગણવાડી તો પતરાવાળી છે અને પાણીની ટાંકી જ નથી તો પણ વોટર કૂલર મુકી દેવાયા છે. પાણીનું કનેક્શન નથી છતાં વોટર કૂલર મુકી દેવાયા હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે.




