
વિવિધ પ્રોજેક્ટો અંગે ચર્ચાઓ કરાશે.પશ્ચિમ રેલવેના અધિકારીઓ અમદાવાદ અને વડોદરાના સાંસદો સાથે બેઠક કરશ.પુનર્વિકાસ સ્ટેશનો અને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુન:વિકાસ કરવામાં આવી રહેલા ૧૬ અન્ય સ્ટેશનોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે.પશ્ચિમ રેલવે દ્વારા જનપ્રતિનિધિઓ સાથે સંકલન અને સંવાદને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ હેઠળ ૨૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ અમદાવાદ અને વડોદરા મંડળના અધિકારક્ષેત્ર હેઠળ આવતા સાંસદો સાથે મહાપ્રબંધક પશ્ચિમ રેલવેના વિવેક કુમાર ગુપ્તાની એક બેઠકનું આયોજન અમદાવાદના સ્થિત સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી રહ્યું છે.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય બંને મંડળોમાં ચાલી રહેલા મુસાફરોની સુવિધાના અપગ્રેડેશન, અને પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સ, ઇન્ફ્રાસ્ટ્રચર વિકાસ અને જનપ્રતિનિધિઓના સૂચનો પર અર્થપૂર્ણ સંવાદ સ્થાપિત કરવાનો છે.
આ બેઠકમાં અમદાવાદ અને વડોદરા મંડળોમાં પ્રગતિ પર ચાલી રહેલી વિવિધ નવી મુસાફરી સુવિધાઓ અને વિકાસલક્ષી સિદ્ધિઓ વિશે વિગતવાર માહિતી શેર કરવામાં આવશે.આ દરમિયાન પ્રેઝેન્ટેશન ના માધ્યમથી અમદાવાદ મંડળ પર દિવાળી અને છઠ પૂજાના દરમિયાન હાથ ધરવામાં આવેલા ઉત્તમ ભીડ વ્યવસ્થાપન પ્રયાસો અને મંડળ પર ચાલી રહેલા વિવિધ રેલ પ્રોજેક્ટ્સ જેમ કે નવી રેલ લાઇન, નવી ટ્રેન સેવાઓ, મુખ્ય પુનર્વિકાસ સ્ટેશનો અને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુન:વિકાસ કરવામાં આવી રહેલા ૧૬ અન્ય સ્ટેશનોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે.
રેલ સુવિધાઓ, પ્રોજેક્ટ્સ, નવા ટ્રેન સ્ટોપેજ, ટ્રેન વિસ્તાર, ફેરા વધારવા અને અન્ય માળખાગત જરૂરિયાતોને લગતા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે અને જનપ્રતિનિધિઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવશે.આ પહેલ જનપ્રતિનિધિઓ સાથે ભાગીદારી અને સહયોગ વધારીને રેલ સુવિધાઓના અપગ્રેડેશન, મુસાફરોની સુવિધાઓના વિસ્તરણ અને પ્રાદેશિક વિકાસને નવી ગતિ આપશે.




