
ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર શાહ ભડક્યા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ અફસોસજનક ઘટના: અમિત શાહ ૪ દાયકા પછી સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છ, આ કોઈ સામાન્ય ઘટના નથી : શાહ
સ્પીકર ઓમ બિરલાને હટાવવા માટે લાવવામાં આવેલા પ્રસ્તાવ પર આજે એટલે કે બુધવારે લોકસભામાં ભારે ગરમાગરમી જાેવા મળી હતી. વિપક્ષે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના પર લોકસભામાં લાંબી ચર્ચા ચાલી હતી. આ પ્રસ્તાવ કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદે રજૂ કર્યો હતો, જેને ૫૦થી વધુ સાંસદોનું સમર્થન મળ્યું હતું. પ્રસ્તાવને ગૃહમાં રજૂ કરવાની પરવાનગી ભાજપના સાંસદ જગદંબિકા પાલ, જેઓ તે સમયે અધ્યક્ષ સ્થાને હતા તેમણે આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવ પર ચર્ચા માટે કુલ ૧૦ કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે અને સાંસદોને વિનંતી કરી કે તેઓ ચર્ચા દરમિયાન પ્રસ્તાવના વિષય સુધી જ મર્યાદિત રહે. ગૃહમંત્રી અમિત શાહે પોતે આ ચર્ચામાં ભાગ લઈ વિપક્ષને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે. તેમણે ફટકાર લગાવતા કહ્યું કે, જે નિયમથી નહીં બોલે, તેનું માઈક બંધ થશે.
લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જવાબ આપતા કહ્યું કે, ૪ દાયકા પછી સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. આ કોઈ સામાન્ય ઘટના નથી, સંસદીય રાજનીતિ માટે અફસોસજનક ઘટના છે, કારણ કે સ્પીકર બધાના છે. ૧૩ કલાક સુધી આમાં ચર્ચા થઈ હતી અને ૪૨ સાંસદોએ આ ચર્ચામાં ભાગ લીધો હતો, તેમ છતાં વિપક્ષે સ્પીકર પર સવાલ ઉઠાવ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે, અમે લાંબા સમય સુધી વિપક્ષમાં રહ્યા છીએ, પરંતુ ક્યારેય સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ નથી લાવ્યા. ઉમદા પરંપરાઓ તેની મંજૂરી નથી આપતી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, અધ્યક્ષના કામની ટીકા કરવી ઠીક છે, પરંતુ તેમના ધ્યેય અને પ્રામાણિકતા પર શંકા વ્યક્ત કરવી તદ્દન અયોગ્ય છે. અધ્યક્ષ ગૃહના રક્ષક હોય છે, પરંતુ તેઓ ગૃહનું સંચાલન નિર્ધારિત નિયમોના આધારે કરે છે, નિયમો બધાને લાગુ પડે છે. આ લોકસભા ભારતની સૌથી મોટી પંચાયત છે અને જ્યારે આવો સમય આવ્યો છે ત્યારે લોકશાહી વ્યવસ્થા પર સવાલ ઊઠે છે.
અમિત શાહે કહ્યું- સંસદની વેલમાં આવીને સ્પીકર પર કાગળ ફેંકવા કેટલું યોગ્ય છે, શું સંસદ આવી રીતે જ ચાલશે? ઁસ્ની સીટ પર મહિલા સાંસદ આવી ગયા હતા. તમે કહો છો કે અમને મહત્વ આપવામાં નથી આવતું. તો જણાવી દઈએ કે અધિકારના ભ્રમમાં જે લોકો જીવે છે, તેમને જનતા ક્યારેય મહત્વ નથી આપતી.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કેટલાક સાંસદો કહી રહ્યા હતા કે તેમનું માઈક બંધ કરી દેવામાં આવે છે. આ ગૃહ નિયમો મુજબ ચાલશે. જે નિયમથી નહીં બોલે, તેનું માઈક બંધ થશે. માઈક બંધ થઈ જ જવું જાેઈએ.
ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, કેટલાક લોકો આ ગૃહમાં -CCC (માઈનસ ત્રિપલ સી) સાથે આવે છે. કોઈ સિવિક સેન્સ નથી, કોઈ કોમન સેન્સ નથી, અને કોઈ બંધારણીય સમજ નથી. જ્યારે આપણે લોકસભાના સભ્ય બન્યા હતા, ત્યારે આપણને કહેવામાં આવ્યું હતું કે ગૃહની અંદર કેવું વર્તન કરવું જાેઈએ, પરંતુ એક વ્યક્તિ આ તમામ નિયમો તોડે છે, અને તે છે પ્રોપેગેન્ડાના નેતા. આ ‘ર્હ્લંસ્ર્ં ગાંધી’ છે. તેમને હેડલાઇન્સમાં ન રહેવાનો ડર સતાવે છે.




