
એમેઝોનમાં છટણીનો રાઉન્ડ ટુ એઆઈની અસર : એમેઝોન અને ઉબરમાં મોટાપાયે છટણીની તૈયારી ૨૦૨૬માં એઆઈને કારણે ટેક સેક્ટરમાં રેકોર્ડ નોકરીઓ ઘટી : ઉબરે કસ્ટમર સપોર્ટ ટીમની સંખ્યા ૧૦ ટકા ઘટાડી આટફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગને કારણે વિશ્વની ટોપ ટેક કંપનીઓમાં કર્મચારીઓની છટણી વધવાની શક્યતા છે. હવે, એમેઝોન અને ઉબર જેવી કંપનીઓએ વધુ કર્મચારીઓ ઘટાડવાના સંકેત આપ્યા છે.એમેઝોને તેની આટફિશિયલ જનરલ ઈન્ટેલિજન્સ ટીમમાં ફરી એકવાર છટણી શરૂ કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ર્નિણય એઆઈ સંબંધિત પ્રોજેક્ટસને વધુ અસરકારક બનાવવા અને કસ્ટમર્સને અસર કરનારા પ્રોજેક્ટસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે લેવામાં આવ્યો છે. જાેકે કેટલા કર્મચારીઓને તેની અસર થશે તેની જાહેરાત નથી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં એમેઝોને લગભગ ૧૬,૦૦૦ કર્મચારીઓની છટણી કરી હતી.બીજી તરફ, ઉબરે તેના કસ્ટમર સપોર્ટ વિભાગના લગભગ ૧૦ ટકા કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. કંપનીએ પહેલી વખત સ્વીકાર્યું છે કે એઆઈના વધતા ઉપયોગને કારણે આ ર્નિણય લેવામાં આવ્યો છે. કમ્યુનિટી ઓપરેશન્સ ટીમના મોટાભાગના કર્મચારીઓને અસર પહોંચી છે. એઆઈને કારણે માઈક્રોસોફ્ટ, મેટા, ઓરેકલ સહિતની કંપનીઓએ હજારો કર્મચારીઓની છટણી કરી છે.




